Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ) શ્રી મહાવીરસ્વામીને જન્મ અને દીક્ષા મહોત્સવ [૨ ભેગફલકમ પણ બાકી છે અને માતાપિતા પણ માન્ય છે. આ પ્રમાણે ચિંતવીને પ્રભુએ માતાના તે શાસનને માન્ય કર્યું.
પછી ત્રિશલાદેવી સિદ્ધાર્થ રાજાની પાસે આવ્યા અને વિવાહના સંબંધમાં પુત્રે આપેલી સંમતિ હર્ષપૂર્વક જણાવી. પવિત્ર દિવસે સિદ્ધાર્થ રાજાએ મહાવીર કુમાર અને યશોદાનો વિવાહોત્સવ જન્મોત્સવના જેવો કર્યો. ત્રિશલા રાણી અને સિદ્ધાર્થ રાજા વધૂવરને જોઈને પિતાના આત્માને ધન્ય માનતા જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા. માતાપિતાના નેત્રને ચંદ્રરૂપ પ્રભુ યશદાદેવીની સાથે વિષયસુખને આસક્તિ વગર જોગવવા લાગ્યા. કેટલેક કાળ જતાં પ્રભુ થકી યશોદાદેવીને નામ અને રૂપથી પ્રિયદર્શના નામે એક દુહિતા થઈ. મહા કુળવાનું અને સમૃદ્ધિવાન જમાલિ નામે યુવાન રાજપુત્ર એ યૌવનવતી પ્રિયદર્શનાને પરણ્ય.
પ્રભુને જન્મથી અઠયાવીશ વર્ષ થયા એટલે તેમના માતાપિતા અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવ થયા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનાં જીવ અશ્રુત દેવલોકમાંથી રથવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ પામી અવ્યય પદને પ્રાપ્ત થશે. માતાપિતાને અંગસંસ્કાર કર્યા બાદ કેટલાક દિવસ વીતી ગયા પછી શેકમય થયેલા અંતર પુર સહિત નંદિવર્ધન પ્રત્યે પ્રભુ બેલ્યા- હે બંધુ! જીવને મૃત્યુ હંમેશા પાસે જ રહેલું છે, અને આ જીવિત નાશવંત છે, તેથી મૃત્યુ પ્રાપ્ત થયે પ્રાણુએ તેનો શેક કરવો એ કાંઈ તેનો પ્રતિકાર નથી. તેથી હે ભાઈ! આ વખતે તો પૈર્યનું અવલંબન કરી ધર્મનું આચરણ કરવું તેજ ઘટે છે. શેક કરે એ તે કાયર પુરુષને યેગ્ય છે.” આ પ્રમાણે પ્રભુએ બેધ કર્યો, એટલે નંદિવર્ધ્વને સ્વસ્થ થયા. પછી પિતાનું રાજ્ય અલંકૃત કરવાને તેણે પ્રાર્થના કરી, પરંતુ સંસારથી ઉદ્વેગ પામેલા વીરે જ્યારે પિતાનું રાજ્ય સ્વીકાર્યું નહી ત્યારે મંત્રીઓએ મળીને આગ્રહથી નંદિવદ્ધનને રાજ્યાભિષેક કર્યો.
અન્યદા ચિરકાળ થયા ઈઝેલી દિક્ષા લેવાને માટે તેમાં આદરવાળા મહાવીરે પિતાના પિતાના ભાઈ નંદિવર્ધનની રજા માગી, એટલે નંદિવર્ણન શેકથી ગદ્ગદિત વાણીએ બોલ્યા કે “હ જાતા ! અદ્યાપિ મને માતાપિતાના વિયેગનું વિસ્મરણ થયું નથી, હજુ સવ સ્વજન પણ શોકથી વિમુક્ત થયેલ નથી, તેવામાં તમે મને વિયેગ આપી ક્ષત ઉપર ક્ષાર નાંખવાનું કેમ કરે છે?” આવા જયેષ્ટ બંધુના આગ્રહથી પ્રભુએ ભાવયતિના અલંકારોએ અલંકૃત થઈ નિત્ય કાર્યોત્સર્ગ ધરતાં, બ્રહ્મચર્યમાં તત્પર રહેતાં, સ્નાન તથા અંગરાગે રહિત, વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે, એષણીય અને પ્રાસુક અન્નથી પ્રાણવૃત્તિ કરતાં માંડમાંડ ગ્રહવાસમાં એક વર્ષ નિગમન કર્યું. પછી લોકાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે, “તીર્થ પ્રવર્તાવો.” એટલે પ્રભુએ યાચકોને ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. પછી ઈંદ્રાદિક દેવોએ અને નંદિવર્ધન વિગેરે રાજાઓએ શ્રી વીરપ્રભુને યથાવિધિ દીક્ષાભિષેક કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org