Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી મહાવીરસ્વામીને જન્મ અને દીક્ષા મહોત્સવ કરીને હર પૃથ્વી પર ફેંકી દીધે. રાજકુમારો તે જોઈ લજજા પામીને પાછા કીડા કરવા માટે એકઠા થયા. એટલે તે દેવ પણ રાજકુમાર થઈને ત્યાં આવ્યા. સર્વ કુમારો એક વૃક્ષ ઉપર ચડડ્યા. પ્રભુ સર્વ કુમારોથી પહેલાં વૃક્ષના અગ્ર ભાગ ઉપર ચડી ગયા. અથવા “જે લકાગે જવાના છે તેને આ વૃક્ષના અગ્ર૫ર જવું કેણ માત્ર છે. ત્યાં રહેલાં પ્રભુ મેરૂના શિખર પર સૂર્યની જેમ શોભવા લાગ્યા અને શાખાઓમાં લટકતા બીજ કુમારે વાનરોની જેવા દેખાવા લાગ્યા. તે રમતમાં ભગવાન જીત્યા. એ રમતમાં એવું પણ હતું કે, “જે હારી જાય તે બીજાઓને પિતાના પૃષ્ટ ઉપર ચડાવીને વહન કરે.” એટલે રાજપુત્રો અશ્વની જેમ વીર પ્રભુને પોતાના પૃષ્ટપર બેસાડીને વહન કરવા લાગ્યા. અનુક્રમે મહા પરાક્રમીઓમાં શ્રેષ્ઠ એવા પ્રભુ પેલા દેવના પૃષ્ટ ઉપર પણ આરૂઢ થયા. તત્કાળ એ દુષ્ટ બુદ્ધિવાળો દેવ વિકરાળરૂપ કરી પર્વતને પણ નીચા કરે તેમ વધવા લાગે, તેના પાતાળ જેવા મુખમાં રહેલી જિહુવા તક્ષક નાગ જેવી દેખાવા લાગી, ઉંચા પર્વત જેવા મસ્તકપર આવેલા પીલા કેશ દાવાનળ જેવા દેખાવા લાગ્યા, તેની ભયંકર દાઢ કરવતના જેવી થઈ ગઈ, તેના લેચન અંગારાની સગડીની જેવા જાજવલ્યમાન જણાવા લાગ્યા, તેના નસકોરા પર્વતની ગુહાની જેમ અતિ ઘોર દેખાવા લાગ્યા અને બ્રકુટીવડે ભંગુર એવી ભમર જાણે બે મોટી સપિણી હેય તેવી જણાવા લાગી. આ પ્રમાણે તે દેવ વધવાથી વિરામ પામ્યો નહી, તેટલામાં તે તેનું સ્વરૂપ જાણુંને મહા પરાક્રમી પ્રભુએ તેના પૃષ્ટ ભાગ ઉપર એક મુષ્ટિ મારીને તેને વામન કરી નાંખે. પછી તે દેવ ઈ વર્ણન કરેલા ભગવંતના પૈયને પ્રત્યક્ષ જોઈને પિતાનું સ્વરૂપે પ્રગટ કરી પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયે.
પ્રભુ આઠ વરસ ઉપરાંતના થયા એટલે પિતાએ તેમને અભ્યાસ કરાવવા માટે નિશાળે મૂકવાને આરંભ કર્યો. તે વખતે ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થયું. એટલે ઈ અવધિજ્ઞાનથી પ્રભુના માતાપિતાની અદ્ભુત સરલતા જાણી, અને “અરે શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય?” એમ વિચારી તત્કાળ ત્યાં આવ્યો. પ્રભુને નિશાળે લઈ જવામાં આવ્યા, ત્યાં ઈદ્ર પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાર્યા. પછી પ્રણામ કરીને પ્રાર્થના કરી, એટલે પ્રભુએ શબ્દપારાયણ (વ્યાકરણ) કહી બતાવ્યું. એ શબ્દાનુશાસન ભગવંતે ઈંદ્રને કહ્યું, તે સાંભળી ઉપાધ્યાયે લોકમાં એંદ્ર વ્યાકરણ એવા નામથી પ્રખ્યાત કર્યું.
સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવન પ્રાપ્ત થયા. એટલે વનના હાથીની જેમ લીલાથી ગમન કરવા લાગ્યા. ત્રિલેક્યમાં ઉત્કૃષ્ટ એવું રૂ૫, ત્રણ જગતનું પ્રભુત્વ અને નવીન યૌવન પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયે નહીં. રાજા સમરવીરે યશોદા નામની પિતાની કન્યાને વદ્ધમાન સ્વામીને આપવા માટે મંત્રીઓની સાથે ત્યાં મોકલી. મંત્રીઓએ ક્ષત્રીયકુંડ નગરે આવી સિદ્ધાર્થ રાજાને નમીને કહ્યું કે, અમારા સ્વામીએ પિતાની પુત્રી યશોદા આપના પુત્રને આપવા માટે અમારી સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org