Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[ ૧૯
કહ્યું, હું નાથ !
k
સગ ૨ જો] શ્રી મહાવીરસ્વામીનેા જન્મ અને દીક્ષા મહે।ત્સવ તે બધી પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇંદ્રે અસામાન્ય એવુ... તમારૂ માહાત્મ્ય મારા જેવા સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ? માટે મે' જે આવું વિપરીત ચિંતવ્યું, તે મારૂ દુષ્કૃત્ય મિથ્યા હો.' આ પ્રમાણે કહી ઈંદ્રે પ્રભુને પ્રણામ કર્યાં. પછી આનંદ સહિત અનેક પ્રકારના વાજિંત્રા વાગતે છતે ઇંદ્રાએ તીના સુગધી અને પવિત્ર જલવડે અભિષેક મહાત્સવ કર્યાં. તે અભિષેકના જલને સુર, અસુર, મનુષ્ય અને નાગકુમારા વંદન કરવા લાગ્યા અને વારંવાર સર્વ પ્રાણીઓના અંગાપર છાંટવા લાગ્યા. પ્રભુના સ્નાત્રજળ સાથે મળેલી મૃત્તિકા પણ વંદન કરવા ચાખ્ય થઈ પડી. કેમકે ગુરૂના સંસર્ગથી લઘુની પણ ગૌરવતાં થાય છે.” પછી સૌધર્મેદ્ર પ્રભુને ઈશાન ઈંદ્રના ઉત્સ’ગમાં આપી સ્નાન, અર્ચન અને આરાત્રિક કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–
“ અર્હ"ત, ભગવત, સ્વયંબુદ્ધ, વિધાતા અને પુરૂષામાં ઉત્તમ એવા આદિકાર તી કર રૂપ તમને હું નમસ્કાર કરૂ છુ, લાકમાં પ્રદીપરૂપ, લેાકને પ્રદ્યોતના કરનારા, લેાકમાં ઉત્તમ, લેાકના અધીશ અને લેાકના હિતકારી એવા તમને હું નમું છુ.. પુરૂષામાં શ્રેષ્ઠ પુંડરીક કમળ રૂપ, સુખના આપવાવાળા, પુરૂષામાં સિ'હુ સમાન અને પુરૂષોમાં મદગંધી ગજેંદ્ર રૂપ એવા તમને નમસ્કાર છે. ચક્ષુને અને અભયને આપનારા, એધિદાયક, માર્ગદેશક, ધદાયક, ધ દેશક અને શરણદાયક એવા તમને હું નમું' છું.. ધર્મના ચક્રવતી, છદ્મસ્થપણાને નિવૃત્ત કરનાર અને સમ્યગ્ દન ધારી એવા તમને નમસ્કાર છે. જિન અને જાપક', તરેલા અને તારનાર, કમથી મુક્ત અને મુકાવનાર, તથા યુદ્ધ અને એધ કરનાર એવા તમને હુ‘નમું છું. સČજ્ઞ, સર્વાંઈં, સર્વ અતિશયના પાત્ર અને આઠ કર્મનો નાશ કરનાર એવા હે સ્વામી ! તમને નમસ્કાર છે. ક્ષેત્ર, પાત્ર, તી, પરમાત્મા, સ્યાદ્વાદવાદી, વીતરાગ અને મુનિ એવા તમને નમસ્કાર છે. પૂજ્યેાના પણ પૂજ્ય, મહેાટાથી પણ મેાટા, આચાર્યના પણ આચાય અને જ્યેષ્ટના પણ જ્યેષ્ઠ એવા તમને નમસ્કાર છે. વિશ્વને ઉત્પન્ન કરનાર, ચેાગીએના નાચ અને યાગી, પવિત્ર કરનાર અને પવિત્ર, અનુત્તર અને ઉત્તર એવા તમને નમસ્કાર છે. પાપનું પ્રક્ષાલન કરનાર, યેાગાચાર્ય, જેનાથી કેાઈ ખીજું વિશેષ ઉત્તમ નથી એવા, અગ્ર, વાચસ્પતિ અને મંગળ રૂપ તમને નમસ્કાર છે. સ તરફથી ઉદિત થયેલા, એક વીર, સૂર્ય રૂપ, અને, ‘ૐ ભૂર્ભુવઃ સ્વઃ ' એ વાણીથી સ્તુતિ કરવા ચેાગ્ય એવા તમને નમસ્કાર છે. સર્વ જનના હિતકારી, સર્વ અના સાધનાર, અમૃતરૂપ, બ્રહ્મચર્યને ઉદિત કરનાર, આપ્ત અને પારગત એવા તમને નમસ્કાર છે, દક્ષિણીય, નિવિકાર, દયાળુ અને વજ્રઋષભનારાચ શરીરના ધારણ કરનાર એવા તમને નમસ્કાર છે. ત્રિકાળના જાણુનાર, જિનેદ્ર, સ્વયંભૂ, જ્ઞાન, બળ, વીય, તેજ, શક્તિ અને ઐશ્વર્યંમય એવા તમને નમસ્કાર છે.
૨ રાગ દ્વેષ જીતેલા અને બીજાને જીતાવનારા.
Jain Education International
ܙ
For Private & Personal Use Only
www.jainelibrary.org