Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૮]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું કરી. જેથી તરત “મારો ગર્ભ હજુ અક્ષત છે એમ જાણી દેવી હર્ષ પામ્યા અને ગભરકુરણની વાર્તા કહેવાથી રાજા સિદ્ધાર્થ પણ ઘણા ખુશી થયા. તે વખતે પ્રભુએ ચિંતવ્યું કે, “અહા ! હું હજી અદષ્ટ છું, તે છતાં મારા માતાપિતાનો મારા પર કેટલો નેહ છે? તેથી જે તેઓના જીવતાં હું દીક્ષા લઈશ તે જરૂર સ્નેહના મેહથી આધ્યાનવડે ઘણું અશુભ કર્મ ઉપાર્જન કરશે, માટે માતાપિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહીં. આ પ્રમાણે પ્રભુએ સાતમે માસે અભિગ્રહ લીધે.
અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે જે વખતે સર્વ દિશાઓ પ્રસન્ન થઈ હતી, સર્વ ગ્રહો ઊચ્ચ સ્થાને આવ્યા હતા, પવર પૃથ્વી પર પ્રસરીને પ્રદક્ષિણ અને અનુકૂલ વાતે હતો, જગત બધું હર્ષથી પૂર્ણ થયું હતું અને જયકારી શુભ શકુને થતા હતા તે સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં ચૈત્ર માસની શુકલ ત્રયોદશીએ ચંદ્ર હસ્તારના નક્ષત્રમાં આવતાં ત્રિશલા દેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા અને અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો. તે અવસરે ભેગંકરા વિગેરે છપ્પન દિકુમારીઓએ આવીને પ્રભુનું અને માતાનું સૂતિકા કર્મ કર્યું.
સૌધર્મ ઇદ્ર પણ આસન કંપથી પ્રભુનો જન્મ જાણી તત્કાળ પરિવાર સહિત સૂતિકાગ્રહમાં આવ્યા. અહંતને અને તેમની માતાને દૂરથી પ્રણામ કરી નજીક આવીને તેણે દેવીપર અવસ્વાપનિકા નિદ્રા મૂકી. પછી દેવીની પડખે ભગવંતનું પ્રતિબિંબ મૂકી ભક્તિકર્મમાં અતૃપ્ત એવા છે પિતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેણે પ્રભુને પિતાના હાથમાં ઉપાડ્યા, બીજે રૂપે પ્રભુને માથે છત્ર ધર્યું, બે રૂપે પ્રભુની બંને બાજુ સુંદર ચામર ધારણ કર્યા અને એક રૂપે વજા ઉછાળતા અને નૃત્ય કરતા પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરૂગિરિપર જઈ અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈને સિંહાસન પર બેઠા. તે વખતે બીજા ત્રેસઠ ઈ દ્રો પણ પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા. આભિયોગિક દેવતાઓ નાત્રને માટે તીર્થનું જલ લઈ આવ્યા. તે અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા શકને આટલો બધો જલનો સંભાર પ્રભુ શી રીતે સહન કરી શકશે” એમ શંકા ઉત્પન્ન થઈ. એટલે ઇંદ્રની આશંકા દૂર કરવા સારૂ પ્રભુએ લીલામાત્રે વામ ચરણના અંગુઠાથી મેરૂગિરિને દબાવ્યા. તેથી તત્કાળ જાણે પ્રભુને નમવાને માટે જ હોય તેમ મેરૂ પર્વતના શિખરો નમી ગયા, કુલગિરિઓ જાણે તેની નજીક આવતા હોય તેમ ચળાયમાન થયા, સમુદ્રો જાણે પ્રભુને સ્નાત્ર કરવાને ઇચ્છતા હોય તેમ ઘણું ઉછળવા લાગ્યા અને પૃથ્વી જાણે પ્રભુ પાસે નૃત્ય કરવાને ઉમુખ થઈ હોય તેમ સત્વર કંપવા લાગી. આ પ્રમાણે ઉત્પાત જોઈને “આ શું થયું?” એમ ચિંતા કરતા ઈ અવધિજ્ઞાને જોયું એટલે
૧ દિકુમારિકાઓએ કરેલ મહોત્સવનું વર્ણન પ્રથમ પર્વમાં ભદેવના અધિકારમાં સવિસ્તર આપેલું હોવાથી અહીં આપ્યું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org