Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૦]
શ્રી ત્રિષષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૧૦ મુ આદિ પુરૂષ, પરમેષ્ટી, મહેશ અને તિખ્તત્વરૂપ એવા તમને નમસ્કાર છે. સિદ્ધાર્થ રાજાના કુળ રૂપી ક્ષીરસાગરમાં ચંદ્ર જેવા, મહાવીર, ધીર અને ત્રણ જગતના સ્વામી એવા તમને નમસ્કાર છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ માતાની પાસે મૂક્યા અને તેમનું પ્રતિબિંબ અને અવસ્વાપનિકા નિદ્રા હરી લીધી. પછી ઉશી ક્ષમવસ્ત્ર તથા બે કુંડળ અને પ્રભુની શય્યા ઉપર શ્રીદામગંડક મૂકી ઇંદ્ર પિતાના સ્થાનકે ગયા. તે સમયે ઇંદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં સુવર્ણ માણિક્ય અને વસુધારાની વૃષ્ટિ કરી.
પ્રભાતકાળે રાજા સિદ્ધાર્થે પ્રભુના જન્મોત્સવમાં પ્રથમ તે કારાગૃહમાંથી સર્વ કેદીઓને છોડી મૂક્યા. “અહંતનો જન્મ ભવિ પ્રાણીઓને ભવમાંથી પણ છોડાવે છે. ત્રીજે દિવસે માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રને સૂર્ય ચંદ્રના બિંબના દર્શન કરાવ્યા. છ દિવસે મધુર સ્વરે મંગળ ગીત ગાનારી, કુંકુમના અંગરાગને ધરનારી, ઘણું આભૂષણોથી શૃંગારેલી અને કંઠમાં લટકતી માળા પહેરનારી અનેક કુલીન સૌભાગ્યવતી સ્ત્રીઓની સાથે રાજા રાણીએ રાત્રિ જાગરણોત્સવ કર્યો. જ્યારે અગ્યારમો દિવસ પ્રાપ્ત થયા એટલે સિદ્ધાર્થ રાજાએ અને ત્રિશલા દેવીએ પુત્રનો જાતકર્મમહત્સવ પૂર્ણ કર્યો. જેની ઈચ્છા માત્ર સિદ્ધ થઈ છે એવા સિદ્ધાર્થ રાજાએ બારમે દિવસે પિતાના સર્વ જ્ઞાતિ, સંબંધી અને બાંધીને બોલાવ્યા. તેઓ હાથમાં અનેક પ્રકારની માંગલ્ય ભેટ લઈને આવ્યા. એગ્ય પ્રતિદાનના વ્યવહારમાં તત્પર એવા રાજાએ તેમનો સત્કાર કર્યો. પછી સિદ્ધાર્થ રાજાએ તેને કહ્યું કે, “આ પુત્ર ગર્ભમાં આવતાં અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું વર્ધમાન એવું નામ છે. આ પ્રમાણે સાંભળી તે બંધુઓએ પણ હર્ષ પામીને કહ્યું કે, “એમજ થાઓ.” પછી “પ્રભુ મોટા ઉપસર્ગોથી પણ કંપાયમાન થશે નહી” એવું ધારી ઈદ્ર તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડયું. ભક્તિવંત એવા સુર અને અસુરોથી આગળ પડી પડીને સેવાતા, અમૃત વર્ષિણ દષ્ટિથી પૃથ્વીનું સિંચન કરતા અને એક હજાર ને આઠ લક્ષણેથી ઉપલક્ષિત એવા પ્રભુ છે કે સ્વભાવથી ગુણવૃદ્ધ તે હતા જ, પરંતુ અનુક્રમે વયે કરીને પણ વધવા લાગ્યા.
એક વખતે આઠ વર્ષમાં કંઈક ઓછી વયના પ્રભુ સમાન વયના રાજપુત્રોની સાથે વયને યોગ્ય એવી ફ્રીડા કરવા ગયા. તે સમયે અવધિજ્ઞાનયડે તે જાણીને ઇંદ્ર દેવતાઓની સભામાં ધીરપણામાં મહાવીર એવા વીર ભગવંતની પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મત્સરી દેવ “હું તે મહાવીરને ક્ષોભ પમાડું” એવું ધારીને જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા, તે વખતે પ્રભુ રાજપુત્રોની સાથે આમલકી ક્રીડા કરતા હતા. ત્યાં તે દેવ કોઈ વૃક્ષના મૂળ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. તેને જોઈ તત્કાળ સર્વ રાજપુત્રે ત્રાસ પામી દશ દિશામાં નાસવા લાગ્યા એટલે પ્રભુએ હસતા હસતા દેરીની જેમ તેને ઉંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org