Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ | શ્રી મહાવીર પ્રભુનો પ્રથમના છ વર્ષને વિહાર
[ ર૭ માટે તેનો નિષેધ કરવા સારૂ હું તમારે પારિપાશ્વક થવા ઈચ્છું છું. પ્રભુ સમાધિ પારીને ઈંદ્રપ્રત્યે બોલ્યા કે-“અહંતો કદિ પણ પરસહાયની અપેક્ષા રાખતા નથી. વળી અહંત પ્રભુ બીજાની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. જિતેંદ્રો કેવળ પિતાના વિયથી જ કેવળજ્ઞાન પામે છે અને પિતાના વિયથી જ મોક્ષે જાય છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી ઈંદ્ર બાલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે, “તારે પ્રભુની પાસે રહેવું અને જે પ્રભુને મારવાનો ઉપસર્ગ કરે, તેને તારે અટકાવે. આ પ્રમાણે કહી ઈદ્ર સ્વસ્થાનકે ગયા, અને સિદ્ધાર્થ તેમની આજ્ઞા સ્વીકારીને પ્રભુ પાસે રહ્યો.
વીર પ્રભુ છઠ્ઠનું પારણું કરવાને માટે કલાક ગામમાં ગયા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર પ્રભુએ સાકર વિગેરેથી મિશ્રિત પરમાનથી પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા.
પછી ચંદ્રની જેવા શીતળ લેશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી દુઃખે જોઈ શકાય તેવા, ગજેની જેવા બલવાન, મરૂની જેવા નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પશને સહન કરનારા, સમુદ્રની જેવા ગંભીર, સિંહની જેવા નિય, ધૃતાદિ હમેલા અગ્નિની જેમ મિથ્યાદષ્ટિઓને અદશ્ય, ગેંડાના ભંગની જેમ એકાકી, મોટા સાંઢની જેમ મહા બલવાન,
મની જેમ ઇદ્રિયોને ગુપ્ત રાખનાર, સપની જેમ એકાંત દષ્ટિ સ્થાપનાર, શંખની પેઠે નિરંજન, સુવર્ણની જેમ જાતરૂપ (નિર્લેપ), પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલદલની જેમ લેપ રહિત તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણુ, મણિ અને કૃતિકા, આલેક અને પરલોક, સુખ અને દુઃખ તથા સંસાર અને મોક્ષમાં સમાન હૃદયવાળા, નિષ્કારણ કરૂણાળ મનને લીધે ભવસાગરમાં ડુબી જતા મુગ્ધ જગતને ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા એવા પ્રભુ સાગર મેખલાવાની અને વિવિધ ગ્રામ, પુર તથા અરણ્યવાળી આ પૃથ્વી ઉપર પવનની જેમ અપ્રતિબંધપણે વિહાર કરવા લાગ્યા.
દીક્ષાને સમયે દેવતાઓએ પ્રભુના શરીર પર જે સુગંધી દ્રવ્યોનું વિલેપન કર્યું હતું. તેની સુગંધથી ખેંચાઈ આવીને ભ્રમરાઓ પ્રભુને ઉપદ્રવ કરવા લાગ્યા, ગામના તરૂણ પુરૂષ પ્રભુની પાસે તે સુગંધની યુક્તિ માગવા લાગ્યા અને તરૂણ સ્ત્રીઓ કામ જવરના ઓષધરૂપ તેમના અંગના સંગને યાચવા લાગી. એ પ્રમાણે દીક્ષાના દિવસથી માંડીને ચાર માસ સુધી પ્રભુએ પર્વતની જેમ સ્થિર રહીને તે સંબંધી ઉપસર્ગો સહન કર્યા.
અન્યદા પ્રભુ વિહાર કરતા કરતા મેરાક નામના ગામ પાસે આવ્યા. ત્યાં દુઈજજતક જાતિના તાપસો રહેતા હતા. તે તાપસોને કુલપતિ પ્રભુના પિતાને મિત્ર હતું. તે પ્રભુની
૧ સાથે રહેનાર સેવક. ૨ સાડાબાર કેટી દ્વવ્યને વરસાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org