________________
:::
પાસે લાગલાગઢ સાત વર્ષ સુધી ચિત્રકલાને અભ્યાસ કર્યાં. ત્યાંથી મુંબઈની પ્રસિદ્ધ સંસ્થા સર જે. જે. સ્કુલ ઓફ આર્ટસમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં તેમણે શિક્ષાની ભારે પ્રીતિ મેળવી જગન્નાથ અહિવાસીને ખાદી પહેરવા માટે આ કલા સંસ્થા છેડવી પડી. પ્રિન્સીપાલ સાલેમન તેમનુ નુર પીછાની લે છે તે તેમને હેતપૂર્વક સંપૂર્ણ માગદશન આપે છે, પછી તેા તેએ એજ સચામાં કલાશિક્ષક થયા; ને ઠેલ્લા વર્ષમાં ભારતીય ચિત્રકલાના વિદ્યાર્થીવગ માં અત્યંત પ્રિય અધ્યાપક ગણાય છે. ખાદીને સાફેા, દુપટ્ટો એ સૌરાષ્ટ્રી પોષાક ત્યાં પણ એમણે ત્યજ્યા નથી. તેમના ચિત્રા દેશપ્રદેશના કલા સંગ્રહસ્થાનેામાં છે.
ફોટોગ્રાફીના કલાસ્વામી શ્રી ધીરજ ચાવડાઃ- ‘મલ્ટિપલ એકાઝર' પદ્ધતિથી ફોટોગ્રાફ લેવા માટે ભારતભરમાં જાણીતા શ્રી ધીરજ ચાવડા મેરખીમાં ૧૯૨૨ માં રાજપૂત કુટુંબનાં જન્મ્યા. શ્રી ધીરજ ચાવડા શાળા સમય દરમ્યાન રમતગમતેામાં તે ખાસ કરીને ક્રિકેટમાં ભારે રસ લેતા ૧૯૪૨ માં મેટ્રીક થયા, સ્વભાવના તેજ તે લાડકાટમાં ઉછરેલા, કુટુંબમાં પાંચ ભાંડરડામાંથી સૌથી નાના હોવાથી ધાર્યું કરનારા શ્રી ધીરજભાઈ ૧૯૩૯માં પેતે સારાં ચિત્રો દોરી શકે છે તેવી જામ્રતિની સ્થિતિમાં આવ્યા. મિત્રને ભેટ આપેલ ચિત્ર મિત્રે શાંતિનિકેતન જતા પ્રસિદ્ધ કલાકાર નંદલાલ બસુના જોવામાં આવતાં તેમણે પ્રશ'સા કરેલી. પણ ચિત્રકલાનું ક્ષેત્ર તેા આનુષ ંગિક જ, નાનપણમાં પિતાએ તે મોટાભાઈએ અપાવેલા કેમેરાથી ફોટા પાડયા કરતા. શ્રી ધીરજ ચાવડા ૧૯૭૯ માં પિતાના ધંધાદારી કામ અંગે અમેરિકા પણ જઈ આવ્યા ૧૯૪૩ માં પરણ્યા ને ધે લાગી ગયા. ૧૯૪૭માં ફરીથી અમેરિકા ગયા ત્યારે ત્યાં કલર ફાંટામાફી વિષે ઉંડી સમજ મેળવી પછી તેા કૅનેડા તે ચીનમાં પણ તેમણે કલર ફાટાગ્રાફીના પ્રયેગા કર્યાં પછી ઈંગ્લેંડથી શિવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેળવી શમમાં રીતસર ફોટાગ્રાફીનું શિક્ષણુ મેળવ્યું. ભારતમાં ધર્મયુગ', ‘લસ્ટ્રેટેડ વીકલી' જેવા સામયિકામાં મલ્ટિપલ એકપેાઝર વાળાં રંગીન ચિત્રા પ્રગટ થતાં તેમની ખ્યાતિ વધવા લાગી. કુમાર'માં પણ તેમના એકાદ બે લેખા આ વિષય સંબંધમાં પ્રસિદ્ધ થયા છે.
શ્રી હિંમત શાહ :- જન્મસ્થળ ભાવનગર. ૧૯૩૩ માં જૈન વાણિયાના કુટુંબમાં જન્મ્યા તેમના કાકા તે ભાવનગરમાં મણિભાઇ શાહ હરિજન પ્રવૃત્તિમાં પડેલા ને ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલયના એક વારના ગૃહપતિ, વ્યાયામ શિક્ષક પણ ખરા. શામળદાસ કાલેજમાં તેઓ વ્યાયામ શિક્ષક તરીકે કામ કરે છે. બંગાળી સાહિત્યના ઊંડા મજ્ઞ ને શાંતિનિકેતન પણ જઈ આવ્યા છે. આવા મણિભાઇના ભત્રીજા હિંમતશાહ ભણ્યા કામર્સના વિષય લઈને એસ. એસ. સી. સુધીનું પણ કાકા'એ તેમને ઘરશાળાના પ્રખ્યાત કલા શિક્ષક શ્રી જગુભાઈ શાહ પાસે મૂકવા તે તેમણે હિંમતભાઇને ચિત્રકલાના નાદ લગાડયા. મુકતાલક્ષ્મી મહિલા મહાવિધાલયમાં નોકરી કરતાં કરતાં ચિત્રકલાના પ્રારંભમાં પાઠ ભાવનગરમાં શીખી અમદાવાદમાં ડ્રાઇંગ ટીચર્સ કાની પરીક્ષા આપી, થોડા સમય સરઢવમાં ડ્રાંઇંગ શિક્ષક થયા. વળી પાછા ત્યાંથી વડેદરા ઉપાડયા ત્યાં કાલેજમાં દાખલ થયા વિના લિતકલા મહાવિદ્યાલયના કલાગુરુ મેન્દ્ર પાસે ચેકડું આગળ શીખશું તેવું વિચારેલું પણ શ્રી બેન્દ્રેએ તેમને કોલેજમાં દાખલ કરી દીધા ને તેમણે પક્કડ મેળવી તૈલચિત્રા દેરવા માંડયા. લલિતકલા અકાદમીના પ્રદર્શનમાં તેમનાં ચિત્રા મૂકાયાં ને એકાદ તે નેશનલ ગેલરી એક્ મોર્ડન આટ માટે ખરીઠાયું. ભારત સરકારે તેમને પેાતાની કલા વિકસાવવા માટે શિષુવૃત્તિ આપી છે તે શ્રી હિંમતશાહે ત્યાં ઘણા બધા પ્રયોગા કર્યાં છે. મેન આર્ટ પ્રત્યે તેમનું વલણ વધુ રુચિકર છે,
www.umaragyanbhandar.com