________________
મુંબઈમાં કંડલા શુભેચ્છક મંડળની સ્થાપના કરી. મા ભોમ પ્રત્યેનું ઋણ ચૂકવવા રાત દિવસ જોયા સિવાય અહર્નિશ સેવા આપી હતી. જે સંસ્થાને આજે ૫૧ વર્ષ પૂરા થાય છે. ફલીલી વટવૃક્ષ માફક આ સંસ્થાની સુવાસ આજ ચોમેર પ્રસરી રહી છે જે આ કુટુંબને વધારે પડતા મમત્વ અને લાગણીને જ આભારી છે. વૃજલાલભાઈ આ સંસ્થાના આજીવન પ્રમુખપદે રહીને એક મજબૂત સંગઠ્ઠનમાં સંપ સહકાર અને ભાઈચારાની ઉદાતમય ભાવનાના બીજ રોપતા ગયાં. અમરેલીમાં પિતાના માલીકીની ૧૬ વીઘા જમીન સમથે વ્યાયામમંદિરને દાનમાં આપી વ્યાયામશાળા સ્થાપવાને લ્હાવો પણ લીધું હતું. આ વ્યાયામશાળાની પાંગરતી જતી પ્રવૃતિઓએ ઘણાને આકર્ષ્યા છે. અને પ્રેર્યા છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના અને પંકાયેલા તીર્થક્ષેત્ર તુલશીશ્યામમાં તેમના મેટાપુત્ર શાંતિલાલનાં નામ પાડવાના પ્રસંગે મોટી રકમ ગૌશાળા સ્થાપવા માટે આપી.
ગૌધનની સાચવણી આજે ત્યાં સારા પ્રમાણમાં થઈ રહી છે. સમાજ જીવનનું એકપણું ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં આ કુટુંબની સદભાવના અને કર્તવ્યપરાયણતાની સુવાસ પહોંચી ન હોય કે
જ્યાં તેમણે દાન ન કર્યું હોય. બાવીસ વર્ષની ઉંમરે દાદાની સાથેથી જુદા પડી એક ભાટીયાની સાથે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. પ્રારબ્ધનું ચક્ર ફર્યું અને લક્ષ્મીદેવીની કૃપા થઈ. જેમ જેમ સખ સાહ્યબી પ્રાપ્ત કરતા ગયા તેમ તેમ મનની ઉદારતા અને દિલની અમીરાત વધુ ને વધુ ખીલતા ગયાં. દયા અને કરૂણું પ્રગટતા ગયાં અને દાનગંગાની સરવાણી વહેતી થઈ કુટુંબના સભ્યોને પણ
સ્વાર્પણની આ યશગાથા રચવામાં ભારે મોટો હિસ્સો હતા. કંડલા કપોળ જ્ઞાતિના બોર્ડિંગના ટ્રસ્ટી તરીકે સારી સેવા બજાવી બોર્ડિંગ સ્થાપવામાં મોટી સેવા આપી હતી મુંબઈની કપાળ જ્ઞાતિના ૧૯૪૬ થી ટ્રસ્ટી હતા. તેમની સામાજિક સેવાઓએ તેમને વધુ લોકપ્રિય બનાવ્યા હતા. ૧૯૩૩-૩૪માં જર્મન અને અંગ્રેજ કમ્પનીઓની એજન્સી રાખી. પ્રતાપ કેમીકલ્સની સ્થાપના કરી અને મુંબઈના ઔદ્યોગિક જગતમાં આ પાર્ટીનું નામ આગળ આવ્યું.
વૃજલાલ એન્ડ દુર્લભદાસ એન્ડ કું. ને સમય જતાં મુંબઈમાં કનક કેમીકલ ઈન્ડસ્ટ્રીઝની પણ ચાર બ્રાન્ચો મુંબઈ કલકત્તા મદ્રાસ અને દિલ્હીમાં કામ કરતી રહી છે. છેલ્લા વીસેક વર્ષથી બીરલા બ્રધર્સના સ્ટોકીસ્ટ છે. કેમીકલ્સના વેપારને સારા પાયા ઉપર વિકસાવીને વેપારી જગતમાં આન અને શાન પ્રાપ્ત કર્યા છે. વૃજલાલભાઈના સુપુત્રો આ બધી પેઢીઓનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.
કાણકીયા કુટુંબની ઉજજવળ તવારીખમાં નેધવા જેવી કોઈ મહત્વની ઘટના હોય તે તે કુળદેવી માતા કનકાઈ પ્રત્યે અદ્દભૂત ભક્તિભાવ. ગીરની લીલી હરિયાળી ધરતીના પેટાળમાં કનકાઈ માતાનું પ્રાચીન ધામ જેની સંસ્થાની સ્થાપના ૧૯૫૦માં વૃજલાલભાઈના પ્રમુખપદે કરવામાં આવી ધર્મ વૈરાગ્યની ભાવના હૃદયના ઉંડાણમાંથી પ્રગટેલી હતી એટલે જીવનના અંત સુધી તેમણે આ સંસ્થાના નવનિર્માણથી માંડી બધુ કરી છુટ્યા હતા. રૂ. ૫૦,૦૦૦ સુધીની રકમ દાનમાં આપી મંદિરનું શિલારોપણ તથા વાસ્તુમહોત્સવ સત્તચંડી યાગ વિગેરે એમના શુભ હસ્તે થયું હતું ત્યાં એમના પિતામહના નામનું એક આદર્શ સેનેટરીયમ પણ આકાર લઈ રહ્યું છે. અને બીજા અન્ય બાંધકામ પણ તૈયાર થઈ રહ્યા છે. કનકાઈના પુનઃનિર્માણ વખતે હજારો માણસને ભોજન પ્રસાદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com