________________
૮૦૫
પર્યુષણના અને અન્ય નાનામોટા પ્રસંગોએ અને ધાર્મિક પ્રવૃત્તિઓમા પણ પોતે મેઅરે રહ્યા છે. ભાવનગરમાં ધંધાકીય રીતે પિતાના બે યુનિટ સ્ટાન્ડર્ડ કેમીકલ્સ અને સેન્ટ્રલ કેમીકલ્સ ઈન્ડસ્ટ્રીઝના સફળ સંચાલન ઉપરાંત સામાન્ય જનસમાજનાહિતાર્થે પોતાને ત્યાંથી દવાની કાંઈ પણ વસ્તુ મળી શકે તે પ્રબંધ કર્યો છે. કણબીવાડ વિદ્યાથી ફંડમાં એમણે યશકલગી ચડાવી છે. ભાવનગરની
ઓલ ઈલ ઈન્ડસ્ટ્રીઝ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને કુંભારવાડાની સામાજિક પ્રવૃતિઓમાં હમેશા રસ લેતા રહ્યા છે.
તેમની કરૂણા અને પરોપકારવૃતિ ઉપરાંત વ્યવસ્થા શકિત જબરી કારખાનાના વિશાળ સ્ટાફ પ્રત્યે સહાનુભૂતિ અને વિશ્વાસથી કામ લેવાની આવડત શ્રી પારેખ સૌને સન્માની બની શકયા છે.
શ્રી શાન્તિલાલ ખુશાલદાસ ગેસલિયા
ઘણા થોડા જ માણસે શ્રીમંત માતા પિતાને ત્યાં જન્મેલા હોય છે. શ્રી શાન્તિલાલ આવા સદ્ભાગી થડા માણસના એક ન હતા તેઓ સામાન્ય આર્થિક સ્થિતિના માતા પિતાને ત્યાં જમ્યા હતા. તેમની શરૂઆતનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ મુશ્કેલી સામે ઝુકી ન પડવાની સુદ્રઢ ઈરછા શકિતએ અને ભારે મુશ્કેલીઓ સામે ઝઝુમવાની તેમની હિંમતે તેમને શ્રીમંત તથા સુખી બનાવ્યા છે. અને તેમને ગોવા પ્રદેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓની હરોળમાં મૂકી દીધા છે. તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા લીંબડી તાલુકાના પાણસણ ગામમાં જન્મ્યા હતા. તેઓ ધંધાર્થે યુવાન વયે ગોવા પ્રદેશમાં આવ્યા હતા તે સમયમાં ગાવા એક પછાત પ્રદેશ હતું અને કેઈને પણ તેની વિપુલ ખનિજ સમૃદ્ધિનો ખ્યાલ પણ ન હત શેઠ શાન્તિલાલે તેમની કારકીર્દિને વ્યાપારી ક્ષેત્રમાં પ્રારંભ કર્યો તેમની ખંત પ્રમાણિક સેવા અને સનિષ્ઠ સખ્ત કામે તેમને વિવિધ વ્યાપારી પેઢીઓના સંપર્કમાં આણ્યા અને પછી તેઓ તેમની પોતાની પેઢી સ્થાપવાને શકિતમાન બન્યા પછી શેઠ શાન્તિલાલ તેમના યુવાન નાના ભાઈ શ્રી બાપાલાલ ખુશાલદાસ અને તેમના કુટુંબને બીજા સભ્યોને પણ મારગોવા લાવ્યા અહીં આ બંને ભાઈઓએ તે દિવસોમાં ગાવામાં સાહસિક વેપારીને સહન કરવી પડતી હતી તેવી સર્વે મુશ્કેલીઓ સહન કરતા ગયા અને તેમાંથી માર્ગ કાઢીને આગળ વધતા ગયા તેમની સૂચ્ચાઈ સેવાની ભાવના પ્રયાસ આયોજન અને દીર્ઘ દૃષ્ટિએ તેમને સારી યારી આપી અને તેમની પેઢીની ઉત્તરોત્તર પ્રગતિ કરી. આજે શેઠ શાન્તિલાલ ગાવામાંના સૌથી વધારે અગ્રગણ્ય ઉદ્યોગપતિઓમાંના એક છે તેમણે ગોવામાં તેમ જ ભારતમાં અને વિદેશોમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે. તેઓ એસ. કાન્તિલાલ એન્ડ કાં ના એક ડાયરેકટર અને ગેસલિયા એન્ડ કાં ના એક ભાગીદાર પણ છે. તેઓ વધુમાં ગોવા પ્રદેશના એક આગેવાન દૈનિક અખબારના “રાષ્ટ્રમત”ના એક ભાગીદાર છે, આમ છતાં તેમણે નમ્રતા સાદાઈ પ્રમાણિકતા માયાળુપણુ વિગેરે તેમના સદગુણો જાળવી રાખ્યા છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રસ લે છે. અને જાહેર જનતાને જરૂરી સગવડ પૂરી પાડવામાં સહાયકરે છે તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને આ સંસ્થાઓ તેમના ઉદ્દેશ સાધવામાં નિષ્ફળ ન જાય તેના ઉપર ધ્યાન આપવાની કાળજી રાખે છે. તેઓ અનેક દેશોના પ્રવાસે જઈને ત્યાંના વ્યાપારીઓ સાથે સારા સંબંધ સ્થાપી આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com