________________
૮૩૬
શ્રી નિર્મળતુ પુંડરીકરામ મહેતા – ભાવનગરના વતની છે. સર્વોદય વિચારધારા છે. પત્રકારિત્વને ક્ષેત્રે ઘણા વર્ષોથી કામ કરે છે. ભાવનગર સમીસાંજ-લકરાજની સ્થાપના કરી, ધર્મરાજ પાક્ષિક ચલાવે છે. ભાવનગરની કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સ્વયંપુરૂષાર્થથી આગળ વધનાર ઘણાજ મહેનતુ માણસ છે.
શ્રી જાદવભાઈ નરસીભાઇ દવે –મેટા ખુંટવડા તરફથી પંચાયત અને સહકારી પ્રવૃતિમાં ઘણા વર્ષોથી કામ કરે છે. મહુવા તાલુકા સહ. મંડળીના મંત્રી, કેડરના પ્રમુખ તરીકે, સિહેર સંપ્રદાય ઔદિચ્ય બોર્ડિંગ-મહુવાના પ્રમુખ તરીકે, ખુંટવડા શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે અને એ વિભાગમાં સામાજિક કાર્યકર તરીકે ઘણા વર્ષોથી કામ કરતા આવ્યા છે.
શ્રી હસમુખરાય ટી, અજમેરા –દામનગરના વતની છે. ઘણા વર્ષોથી દામનગરના સરપંચપદે, દુષ્કાળ રાહત સમિતિ અને નિરણકેન્દ્રોનું સંચાલન, તાલુકા પંચાયત, માર્કેટીંગ યાર્ડ, લેન્ડ મોર્ટગેઈજ બેન્ક, કે-ઓપરેટીવ બેન્ક વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શૈક્ષણીક સંસ્થાઓ ઉભી કરવામાં, ગામાયત કામોના વિકાસમાં, અને નાની મોટી સામાજિક પ્રવૃતિઓમાં મેખરે હોય છે.
શ્રી બાલાભાઇ ભાણાભાઈ:–દેવળીયાના વતની છે. ઘણા વર્ષોથી પંચાયત અને સહકારી પ્રવૃતિમાં પડ્યા છે. પ્રગતિશીલ ખેડૂત તરીકે અને એ વિભાગમાં નાની મોટી સામાજિક પ્રવૃતિઓમાં આગળ પડતું મહત્ત્વ ધરાવે છે. તેમની સાથે શ્રી ચંદુભાઈ પંડિત સહકારી પ્રવૃતિમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યાં છે. ઉત્સાહી યુવાન છે. મંડળીને સદ્ધર પાયા ઉપર મૂકવામાં ઠીક જહેમત લીધી છે.
શ્રી રતીલાલ ખાટસુરીયા:–પડવાના વતની છે. પંચાયત અને સહકારી પ્રવૃતિમાં ઘણું વર્ષોથી રસ લઈ રહ્યાં છે. શિક્ષણ સમિતિ, ધાર્મિક પ્રવૃતિઓમાં, ધર્મશાળા અને ગામના અન્ય વિકાસ કામમાં યથાશક્તિ ફાળો આપી રહ્યાં છે.
શ્રી ભીખાભાઈ હીરાભાઈ:-ઈશ્વરીયાના વતની છે, પ્રગતિશીલ ખેડૂત છે, પંચાયત અને સહકારી પ્રવૃતિના કાર્યકર છે. દુષ્કાળ રાહત સમિતિમાં, ધાર્મિક પ્રવૃતિઓમાં અને ગામના અન્ય નાના મેટા કામમાં હમેશા મોખરે હ્યાં છે.
શી સરતાનજી આણંદજી:-વરતેજના વતની છે. પંચાયત અને સહકારી પ્રવૃતિમાં ઘણું વર્ષોથી રસ લે છે. રાજપૂત સમાજના માનદમંત્રી, શિક્ષણ, એકાય, ફેરપ્રાઇઝ શોપ વિગેરે ક્ષેત્રે જદી જદી કામગીરી બજાવી છે. ખેતીવાડીમાં રસ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com