Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 1011
________________ ૮૩૯ શ્રી વીરજીભાઈ ધરમસીભાઈ પટેલ :~ઘણા વર્ષોથી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો, બરડા રાજ્યની પ્રાંત પંચાયતમાં, અને પછી જિલ્લા કલ બોર્ડમાં સભ્ય તરીકે ૧૯૫૬ સુધી ગ્રામપંચાયત કેળવણી મંડળના પ્રમુખ તરીકે, પુસ્તકાલયના પ્રમુખ તરીકે, ચલાલા સહકારી મંડળીના પ્રમુખ તરીકે અને જિલ્લા લેવલની સપ્લાઈ કમિટિમાં કામ કર્યું આગેવાન કાંગ્રેસી છે. રચનાત્મક અને સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ૬૪માં સરકારે જે. પી. ને ઈલ્કાબ આપ્યો છે. ધારી તાલુકા પંચાયંતના ઉપપ્રમુખ તરીકે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના પ્રમુખ તરીકે, જાહેર જીવનમાં ઘણા વર્ષોથી કામ કરે છે શ્રી છેલશંકર શુકલ –ગઢડામાં જાહેર કાર્યકર તરીકે ઘણાં વર્ષોથી કામ કરી રહ્યાં છે. ગ્રામ સેવામંડળ કુંડલામાં નેસડીમાં સહકારી પ્રવૃતિ, ૫૦-પરના દુષ્કાળ વખતે ગામડાઓને સંપર્ક અને એ પછી ગઢડા ગ્રામોદ્યોગ મંદિરના સંચાલક તરીકે યશસ્વી સેવા આપી રહ્યાં છે. દુષ્કાળ વખતે ગામડાઓની બેહાલ દશા જોઈ મહુવાના ગામડાઓમાંથી પ્રેરણા મળી જિલ્લા સંઘમાં, કે-ઓપરેટીવ બેન્કમાં એમ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. * શ્રી રણમલજીભાઇ વાળા –સથરાના વતની મેટ્રીક સુધીને અભ્યાસ સ્વેચ્છાએ નાની ઉંમરમાં લશ્કરમાં જોડાયા સેકશન કમાન્ડર તરીકે પૂના, જયપુર, તરફની કામગીરી. સથરા પંચાયત ના સરપંચ તરીકે, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, જિલ્લા પંચાયતની આરોગ્ય કમીટીના ચેરમેન તરીકે, તળાજા માર્કેટીંગ સોસાયટી અને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે, નાગરિક સંરક્ષણ સમિતિ અને નાની બચત કમિટિના સભ્ય તરીકે, ગરાસીયા બોર્ડિંગમાં કારોબારીના સભ્ય તરીકે. રાજપૂત સમાજમાં, અને તળાજા વિભાગની અન્ય સંસ્થાઓ સાથે સંકળાઈને કામગીરી કરી છે. - શ્રી લવજીભાઈ વીરજી જોશી – અમરેલી જિલ્લાના લ્હાસાના વતની વડોદરા રાજ્યમાં પંચાયતની સ્થાપના થઈ ત્યારથી લ્હાસા પંચાયતના સુકાની તરીકે, પ્રગતિશીલ ખેડૂત તરીકે, -- જિલ્લા કલ બાર્ડમાં સભ્ય તરીકે, શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે કામ કર્યું છે. ગીદારી . અને તાતણીયા વચ્ચેને રેડ એમના પ્રયત્નોને આભારી છે. સમાજસેવામાં ઘણા વર્ષોથી જોડાયેલા છે. શ્રી ભેજભાઈ હાથીભાઈ ખુમાણ –ાં રાષ્ટ્રિય ચળવળ વખતે નેતાઓનું નિવાસસ્થાન હતું. મહાત્મા ગાંધીજીએ જે ગામની મુલાકાત લીધી છે એ પાંચતલાવડા ગામના સરપંચપદે, સહકારી મંડળીઓ અને સામુદાયિક ખેતી મંડળીઓના સંચાલનપદે, તાલુકા સહકાર કમિટિના ચેરમેનપદે. દુષ્કાળ રાહત કમિટિના સભ્યપદે, સારી એવી કામગીરી બજાવી છે. તેમના પિતાશ્રી જાના ભાવનગર રાજ્યના થાણાદાર તરીકે સુંદર કામ કર્યું છે. આ ઐતિહાસિક ગામની વિસ્તૃત ધ, હવે પછીના ગુજરાત સંદર્ભગ્રંથમાં આવરી લીધી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 1009 1010 1011 1012 1013 1014