Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 1014
________________ આભારદર્શન. કોઈપણ એક ભગીરથ કાર્યને સફળતા અને વિજયની યશકલગી ચડાવવા અનેક વ્યક્તિઓના પ્રબળ પુરુષાર્થની, બહેળા સમુદાયની, ખૂબજ જહેમતની અને અનુભવી મુરબ્બીઓના પ્રેરણા, માર્ગદર્શન અને સલાહ સૂચનાની ઘણીજ આવશ્યકતા રહે છે. - જ્યની સંસ્કૃતિના પાયામાં પ્રેમરસ અને માધુર્ય ભર્યા | પડયા છે એવી કરછ કાઠિયાવાડની નંદનવન ભૂમિના સમગ્ર ભૂ-ભાગના સાર્વત્રિક ગૌરવ અને સાંસ્કૃતિક ચિત્ર આલેખનના પ્રબળ સાહસમાં, જૂના મૂલ્યોને ગ્રંથસ્થ કરવામાં અનેક વ્યક્તિઓની સહાનુભૂતિ અને શુભેચ્છા, મિત્રો અને સ્નેહિઓના માર્ગદર્શન, નિકટના સાથીઓને પરિશ્રમ, અનેક નાની મેટી સંસ્થાઓની પ્રેરણા મળવી જોઈએ તે વગર સાહિત્યિક પ્રવૃત્તિનું આ મોટું સાહસ સિદ્ધ થઈ શકે જ નહિ. સૌરાષ્ટ્રની અસ્મિતાના પ્રકાશનમાં એજ સહકાર અને હુંક ધણા પાસેથી મળ્યા છે તે સર્વને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શુભેચ્છા પાઠવીને મુરબ્બીઓએ પ્રેત્સાહક બળ આપ્યું છે, જાહેરખબર આપી અપાવીને જે રનેહિઓ અને સદગૃહસ્થોએ નાણાકીય સહાય કરી છે, જે વ્યકિત અને સંસ્થાઓએ પ્લેકસની સગવડતા કરી આપી છે, જે તે વિષયના સાક્ષ અને વિદ્વાનોએ માહિતી પૂરી પાડી છે અને છેલ્લે અન્ય કામગીરી વચ્ચે પણ કાળજી રાખી જુદા જુદા મુદ્રણાલયાએ કામ કરી આપ્યું છે, એક યા બીજી રીતે જેમને જેમને આ પ્રકાશનમાં યત્કિંચિંત કાળે છે તે સૌને ફરી વખત હાર્દિક આભાર માનું છું. નંદલાલ દેવલુક સંપાદક, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 1012 1013 1014