________________
૮૯૭
સામાજિક કાર્યકરો
પટેલ ઉકાભાઇ મુળજીભાઈ મેરબાના વતની છે.' સત્યાગ્રહ વખતના 'જુના અડીખમ કાર્યકર છે. જિલ્લા સહ. બોર્ડના સભ્ય તરીક, મેટર સરકારી મંડળીના સભ્ય તરીકે, અને ઘણું વહેંથી બીનહરીફ સરપંચ તરીકે ચુંટાતા આવ્યા છે. પંચાયત પ્રવૃતિ અને સરકારી પ્રવૃતિમાં ઘણા વર્ષોથી સેવા છે.
શ્રી કલાભાઈ નારણભાઇ:-કમલેજના વતની છે–પંચાયત અને સહકારી પ્રવૃતિઓમાં ઘણાવર્ષથી રસ ભે છે જિલ્લા કોંગ્રેસમાં, સહ. બેન્કમાં, જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
શ્રી આર. એલ. ગેહેલ –વરતેજના સામાજિક આગેવાન કાર્યકર છે સામાજિક, સહકારી અને પંચાયત પ્રવૃતિમાં ઘણા વર્ષોથી પડ્યા છે. સમાજ સુધારાના પ્રખર હિમાયતી છે, ભૂતકાળમાં જુદે જુદે ક્ષેત્રે ઘણી સેવાઓ આપી છે.
શ્રી બાબુભાઈ પોપટભાઈ પટેલ : વાવેરાના વતની છે, રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, પંચાયત અને સહકારી પ્રવૃતિને અંગે જુદી જુદી કમિટિઓમાં સભ્ય તરીકે કામગીરી કરી છે. તાલુકા ખરીદ વેચાણસંઘ, લેન્ડ મોર્ટગેજ બેન્ક, દુષ્કાળ રાહત સમિતિ, પ્રામરક્ષક દળ વિગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
શ્રી વીસાભાઇ મુળુભાઇ :–બરડાના વતની છે. પંચાયતના સરપંચ પદે અને સહ. મંડળીના પ્રમુખપદે ઘણા વર્ષોથી ચુંટાતા આવ્યા છે, જ્ઞાતિ સુધારણુ પ્રગતિશીલ ખેતી, કોંગ્રેસ કામ, નાટય પ્રવૃતિને શોખ, અને અન્ય સામાજિક કામોમાં મેખરે હોય છે.
શ્રી ભગવાનજી ભવાનભાઇ પટેલ સુલતાનપુરના વતની છે. વડીયા ઘણા વર્ષોથી સહકારી પ્રવૃતિમાં પડયા છે. ધાર્મિક સામાજિક અને પંચાયત પ્રવૃતિઓમાં કામ કર્યું છે, લેકસંસ્કૃતિના હિમાયતી છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. - શ્રી શાંતિલાલ જે. મહેતા :–કુકાવાવના વતની છે, તાલુકા અને જિલ્લા લેવલે સહકારી પ્રવૃત્તિને અંગે જુદી જાદી કમિટિઓમાં અગ્રસ્થાન ધરાવે છે. કાંગ્રેસ વિચારધારા ધરાવે છે. ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
શ્રી ધીરજલાલ કે. શાહ :–પરતાપરાના વતની છે, આગેવાન વેપારી છે. નાની વયથી પંચાયત અને સહકારી પ્રવૃતિમાં પડયા છે ગામાયત કામમાં ખૂબજ રસ છે જિલ્લા વૃક્ષ હરિફાઈમાં પ્રથમ ઈનામ મેળવ્યું છે, પ્રગતિશીલ ખેતી અને ખેતીના નવા અખતરાઓ દ્વારા ગ્રામ પ્રજાને દોરવણી આપવામાં પહેલ કરીને પોતે મોખરે રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com