Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 1000
________________ ૮ આ માસુમઅલીભાઈ મરચન્ટ મહુવાના વતની શ્રી માસુમઅલીભાઈ સ્વભાવે સૌજન્યશીલ અને ઉદાર મતિવાળા છે. ભાવનગર વેજીટેબલ પ્રોડકટસ લી. માં મુળ સ્થાયકેમાંના એક છે. ધંધાને સંગીન પાયા પર મૂકવામાં તેમની વિચક્ષણ બુદ્ધિને આભારી છે. મહુવા ભાવનગર અને ગોહિલવાડમાં અન્ય સ્થળે સાહિત્ય શિક્ષણ અને ધાર્મિક પ્રવૃતિઓમાં દાનનો પ્રવાહ વહેવડાવતા રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આગેવાન ઉદ્યોગપતિ તરીકે ગણના થાય છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ચીમનલાલ હરીભાઈ શાહ તેઓ. નાનપણથી ઘોઘાને આગળ લાવવામાં ઉત્સાહ રાખી રહ્યા છે અને ઘોઘાને વતનીએ જેઓ હાલ મુંબઈ રહે છે. તેઓ સંવે ભેગા મળીને ઘોઘાનાં સામાજિક કાર્ય તથા પાણીની સગવડતા તેમજ સ્કુલ દવાખાનું વી. દરેક સગવડતા માટે ત્યાં ઘોઘાનિવાસી મિત્ર મંડળ તથા ઘોઘા પ્રગતિ મંડળ મારફતે પ્રવૃતિ શરૂ છે. તેઓ તન મન તેમજ ધનથી પણ ઘોઘાનાં ઉત્કર્ષ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ભાવનગરમાં ફીલીસ કાં. ના રેડીયે તેમજ લેમ્પની એજન્સી ધરાવે છે. તેમજ લોકોને હંમેશા વ્યાજબી ભાવે વેચાણ કરે છે. તેમના હાથ નીચેના અનુકુળ સ્ટાફથી દરેકને હંમેશા સંતેષ રહે છે. હીરાલાલ જુઠાલાલ શાહ ભાવનગર - સંબઈમાં ગાધારી સમાજની પ્રવૃત્તિઓ દ્વારા જેમની ભક્તિ આજ આપી ઉઠી છે. અને ઇસ્યુરન્સ જગતમાં જેમણે પોતાના વ્યક્તિત્વના દર્શન કરાવ્યા છે. તે હીરાલાલભાઈ ભાવનગરના વતન છે. ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે મુંબઈની કેટલીયે સંસ્થાઓમાં છેલ્લા ૨૦ વરસોથી પિતાની સેવાઓ આપતા રહ્યા છે. ખાસ કરીને શ્રી અગાશી જૈન દેરાસર, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ, શ્રી જૈન ઉદ્યોગ ગૃહ શ્રી જૈન સેવા સંધ, શ્રી ભારત જન મહા મંડળ વગેરે સંસ્થાઓમાં મહત્વના હોદાઓ ઉપર રહી શ્રી હીરાભાઈ સેવાઓ આપતા રહ્યા છે. શ્રી ચંદ્રકાન્ત હર્ષદરાય ત્રિવેદી શ્રી બટુકભાઈને નામે જાણીતા થયેલા શ્રી ચંદ્રકાન્તભાઈને જન્મ ભાવનગરમાં ખાનદાન કુટુંબમાં થયો. ઉમદા આદર્શો ધરાવતા આ નવયુવાને અભ્યાસ પડતો મૂકી રાષ્ટ્રિય ચળવળમાં જોડાવાનું વધુ પસંદ કર્યું૧૯૪૨-૪૩ ના અરસામાં પિતાશ્રીના કાપડના ધંધામાં બેઠા અને મેસર્સ એચ. ટી. ત્રિવેદીને નામે ધંધાની પ્રગતિ ચાલુ રાખી. આજસુધીમાં ધંધાને આબાદ રીતે વિકસાવ્યો છે. આ કબની ખાસ વિશિષ્ટતા તો એ છે કે ધંધામાં બે પૈસા કમાયા તો વતન ઉમરાળામાં સંપત્તિને છટે હાથે સદઉપયોગ કર્યો. દવાખાનું, બાલમંદિર અને એવા સાર્વજનિક કામમાં સારી એવી રકમનું દાન આપ્યું. શ્રી ત્રિવેદીએ લગભગ આખા દેશને પ્રવાસ કર્યો છે. યુરોપના કેટલાંએ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014