Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 999
________________ લીધા વગર ચાલે તેમ નથી સાહિત્યિક પ્રવૃતિઓને ઉત્તેજન આપવામાં તેઓ અને તેમના પુત્રશ્રી રમેશભાઇએ હમેશા સક્રિય સહકાર આપે છે. ઉનામાં પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું. ૬૦ વર્ષથી ટી. સી. બ્રધર્સના નામની એકજ પેઢી ચાલે છે. શ્રી હર્ષદરાય ત્રિભવનદાસ ત્રિવેદી મુળ ઉમરાળાના પણ ભાવનગરને ઘણા વર્ષોથી વતન બનાવ્યું છે. ટુંકી મુડીમાં ધંધાની શરૂઆત હાથવણાટ અને સુતરથી કરી, ક્રમે ક્રમે કાપડની લાઈનમાં પિતાની વ્યવહારકુશળતાને લઈ સફળતા હાંસલ કરતા રહ્યાં. ૧૯૪૪ માં ભાવનગરની રબ્બર ફેકટરી દ્વારા બે વરસમાં કેનવાસ રખર શુઝનું સારૂ ઉત્પાદન કર્યું તેમાં પણ સારી એવી સફળતા મળી સાહસિક વૃતિ અને નિષ્ઠા વફાદારી એ ખાસ ગુણોને લઈ આ સિદ્ધિ હાંસલ કરી તેમની નમ્રતા મીઠાશ અને ગ્રાહકની ચાહનાએ તેઓ આજે મહારાષ્ટ્ર ગુજરાતના કુટરના ડીસ્ટ્રીબ્યુટર્સ તરીકે ખ્યાતનામ બન્યા છે. જે તેમની સૌજન્યશિલ પ્રકૃતિને આભારી છે. તેમણે વતનમાં ઉભી કરેલી દેણગી પ્રશંસા અને દાદ માંગી ભે તેવા છે. મુંબઈ વસતા મિત્રો પાસેથી વતનની જરૂરીયાતો અને વિકાસ માટે મોટી રકમ મળતી રહી છે. જે તેમની પ્રેરણાને આભારી છે. નાની મોટી અનેક સંસ્થાઓને આર્થિક મદદ આપી છે. શેઠશ્રી પરશુરામદાદા * પરશુરામ દાદા” ના માનવંતા નામથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતા એવા શહેરની ધી ખોડીયાર પટરી વર્કસ લી. ના આદ્ય સ્થાપક શેઠશ્રી પરશુરામ બળવંત ગણપુલેને કણ નહિ જાણતું હોય? જન્મ મહારાષ્ટ્રમાં પરંતુ પોતાની કર્તવ્યભૂમી તરીકે ગુજરાતને અપનાવેલ છે, એવા “પરશુરામ દાદા” આજે ૯૦ વર્ષની વયે પણ યુવાનના જોમ અને ઉત્સાહથી સતત કાર્યરત રહે છે. વડોદરાના સ્વ. મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી ઈટના નાના કારખાનાથી શરૂઆત કરી ધગશ અને એકાગ્રતાથી પ્રગતી કરી પશ્ચિમ હદમાં પ્રથમ મેંગ્લોર ટાઈટસનું કારખાનું બીલીમોરામાં સને ૧૯૧૬માં સ્થાપ્યું. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આવ્યા અને પરશુરામ પોટરી વર્કસ કાં. લી. ની સ્થાપના કરી જે આજે મોરબી, થાન, વાંકાનેર ત્થા ધ્રાંગધ્રા વિગેરે સ્થળોએ વિશાળ વટવૃક્ષ જેમ વિસ્તરેલ છે. અને સારાયે ભારતમાં પોટરી ઉદ્યોગમાં મોખરાનું વિશીષ્ટ સ્થાન ભોગવે છે. ૧૯૪૬માં તેઓશ્રીએ શહેરમાં ખેડીયાર પિટરી વર્કસ લી. ત્થા ધી શીહોર ઈલેકટ્રીસીટી વર્ક સ લી. ની સ્થાપના કરી શહારનું આ ખેડીયાર પિટરી વર્ક સ લી. તેના સેનીટરી વેલ્સ માટે સારાયે ભારતમાં મશહુર હોઈ મોખરાનું સ્થાન ભોગવે છે. તાજેતરમાં જ ફાન્સના મેસર્સ એસ્ટાબ્લીશમેન્ટ પિચર સાથે વિદેશ સહયોગ કરી શીહોરના ધી ખેડીયાર પિટરી વર્કસ લી. નું મોટું વિસ્તૃતિકરણ તેઓશ્રીની કાળજીભરી દેખરેખ નીચે પાર પડયું છે. પરશુરામ દાદાએ તેમના કુશળ પ્રમાણીક અને કરકસરયુક્ત વહીવટથી ઔદ્યોગિક વહીવટમાં એક ઉદાહરણરૂપ આગવી છાપ પાડેલ છે. આજે તેઓશ્રી ધંધામાંથી નિવૃત થયેલ છે છતાં તેમના વિશાળ અનુભવને લાભ દીર્ધકાળ સુધી સૌને મળતા રહેશે એવી આશા રાખીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014