________________
૮૩૦
| શ્રી નૌનિતરાય ચુનિલાલ ઝવેરી સુરત તરફના વતની અને મુંબઈમાં ઔદ્યોગિક જગતમાં પ્રથમ હરોળના ઉદ્યોગપતિ તરીકે મશહુર બનેલા શ્રી ઝવેરી સોનગઢમાં આવેલી કાનજીસ્વામીની અધ્યાપનમંદિર સંસ્થાના પ્રમુખ તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. અને સૌરાષ્ટ્રની ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઈન્ટર આર્ટસ સુધીનો અભ્યાસ અને બહુ નાની વયમાં વ્યાપારમાં ઝંપલાવ્યું તેજસ્વી બુદ્ધિ અને વિચક્ષણ દ્રષ્ટિને લઈ ટુંકા સમયમાં નામના મેળવી છે. આફ્રિકા અને યુરોપને પ્રવાસ ખેડયો છે. હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ ર્યા છે મુંબઈમાં દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે, કાનનગર હાઉસીંગ સોસાયટી દાદરના પ્રમુખ તરીકે, જૈન સહકારી બેન્કના પ્રમુખ તરીકેની યશસ્વી સેવાઓ નેંધનીય છે. ધંધાકીય ક્ષેત્રે અમલગમેટેડ ઇલેકટ્રીસીટી કુ. ના ચેરમેન અને મેનેજીંગ એજન્ટના સીનીયર પાર્ટનર તરીકે, સુરત ઈલેકટ્રીસીટીમાં ડાયરેકટર તરીકે, ઇન્ડીયન મર્કન્ટાઈલ ઈસ્યુરન્સ કુ.માં ડાયરેકટર તરીકે, ફેડરેશન ઓફ ઈલેકટ્રીસીટી કાં. માં મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે, ઈન્ડીયન મરચન્ટ ચેમ્બરમાં છેલ્લા વીસ વર્ષથી મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે, ૧૫ થી ૧૭ વર્ષ સુધી જે. પી. તરીકે માનવતે હે ભોગવી ચુક્યા છે. બીજી સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સોનગઢમાં તેમનું સારૂં એવું ડોનેશન અપાયું છે. ઘણી સંસ્થાઓને તેમણે આર્થિક હુંફ આપી છે. આખુએ કુટુંબ ખૂબજ સંસ્કારી છે.
શ્રી ભાલચંદ્ર જી. વ્યાસ:–ભાવનગરના વતની સામાન્ય અભ્યાસ પણ પિતાની દીર્ઘદ્રષ્ટિ અને ટેકનીકલ અનુભવને લઈ ઇલેકટ્રીસીટીના ધંધામાં યશસ્વી કેકટર તરીકે સૌરાષ્ટ્રભરમાં સારી એવી નામના મેળવી છે. જાતઘડતર અને જાત અનુભવોથી પ્રમાણીકપણે નેકરીથી જીવનની શરૂઆત કરી, ૧૮ વર્ષના અનુભવે સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો અને ચીવટ તેમજ ખંતથી કામની ગોઠવણ કરતા ગયાં. ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી. અત્યારે ગણનાપાત્ર મેટા કામે જેવા કે ભાવનગર યુનિસિપાલીટીને ૧૫૦ 2. પા. ના ત્રણ પંપ શેત્રુંજી સ્કીમ માટે સપ્લાય કરી કીટ કરી આપવાનું કામ જિલ્લા પંચાયત અને એસ. ટી. બસ સ્ટેશનને ઇલેકટ્રીક વાયરીંગથી સુશોભીત કરવાનું કામ, તથા અગત્યના ઉદ્યોગો જેવા કે સ્ટીલ કાસ્ટ કેર્પોરેશન, વેસ્ટર્ન ઈનડીયા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, સૌરાષ્ટ્ર આયન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, ઉલ્લાસ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વિગેરેના કામ કર્યા. આ બધા જંગી ઉદ્યોગોના કામે તેમના એજીનીયરના સંતેષ પ્રમાણે કરી આપવાથી ગ્રાહકના સંતોષ સાથે આ કામને લગતા અનુભવેમાં વધારે થયો. વધુ મોટા કામે રાખવાની જ્વાશ ધરાવે છે. આ દિશામાં થયેલ પ્રગતિને યશ તેઓ મેસર્સ શાહ તથા શ્રી રસિકભાઈ ના. શાહને આપે છે.
શ્રી રવીદાસ નારણભાઈ પટેલ:-અમરેલી જિલ્લાના હાથીગઢના વતની અને ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પોતાની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા, હૈયા ઉકલત અને વારસાગત મળેલા ખાનદાનીના સંસ્કારને લઈ વેપારી સમાજમાં આગળ આવતાં રહ્યાં. સીંગતેલ, સીંગદાણાના જથ્થાબંધ વેપારમાં અને પ્રગતિશીલ ખેતીમાં એમને મુખ્યત્વે રસ રહેલો છે. અમરેલીમાં વીરછ શીવદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com