________________
૮૩ર
છે ક t શયદ શાહ:--જામનગર તરફના વતની છે. મેટ્રીક સુધી જ અભ્યાસ વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન સામાજિક પ્રવૃત્તિઓ, લાયબ્રેરી, ગૌશાળા વિગેરેમાં રસ લીધ. ૧૯૬૧ થી ૧૯૬૫ મુધી કોચીન ખાતે એકોર્ટ ઈમ્પોર્ટની પેઢીનું સંચાલન કર્યું ત્યારબાદ ૧૯૬૫માં મુંબઈની પેઢીમાં મેટાભાઇનું એકસીડન્ટથી અવસાન થતાં મુંબઈ આવવું પડયું અને મુંબઈ પેઢીનું સંચાલન કર્યું. દરમ્યાન ગુજરાતમાં કેાઈક સ્થળે મલ કરવાનો વિચાર આવતાં ભાવનગરમાં ૧૯૬૬માં કોપરાની મીલ શરૂ કરી. ગુજરાત સૌરાષ્ટ્રમાં ફક્ત કે પરેલ તેલનું ઉત્પાદન કરતી આ એકજ મીલ છે.
શ્રી ગૌતમલાલ ઠાકરશી મહેતા –સૌરાષ્ટ્રના અગ્રણે વ્યાપારીઓમાં શ્રી ગૌતમભાઈનું સ્થાન મોખરે છે. રાજકેટના વતની પણ ઘણા વર્ષોથી ભાવનગરમાં રિથર થયા છે. ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ નાની વયથી જ સમાજસેવાના બીજ રોપાયેલા દુષ્કાળને કપરા દિવસોમાં રાજકોટ સેવાસમાજ દ્વારા અનાજ વિગેરે ગરીબોને અપાતુ ને સંધની માનવતાવાદી પ્રવૃત્તિથી માંડીને આજ સધીમાં જૂદી જૂદી રીતે અનેક સંસ્થાઓને સમયશક્તિના ભોગે મૂલ્યવાન સેવાઓ આપી રહ્યા છે.
સ્થાનકવાસી જૈનસંધની મેનેજીંગ કમિટિના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પોર્ટ એડવાઈઝરીબોર્ડના મેમ્બર, રેલ્વે સ્ટેશન કન્સટેશન કમિટિના મેમ્બર તરીકે, એલઈડીયા સ્ટેટ પીપલ કોન્ફરન્સમાં કેષાધ્યક્ષ તરીકે યશસ્વી સેવા બજાવી છે. મુંબઈમાં ઘાટકોપરની જાહેરજીવનની પ્રવૃત્તિમાં મેખરે હતા. કાંગ્રેસના મુખ્ય અનુયાયી છે. જિલાકાંગ્રેસની બધીજ પ્રવૃત્તિઓમાં તેમને સહકાર હોય છે.
શ્રી ભાણજીભાઇ ઠક્કર:-ગીર ગઢડા નજીક ઘેર ઝાડીની વચ્ચે નાનકડું ગામ કોણ આવેલ છે. તે દ્રોણમાં જમાવેલું કારભાર અને મેળવેલી પટલાઈવાળા કુટુંબના મુખ્ય મવડી પટેલ જાનમહમદ શામજી, પિતા ગુજરી જતાં વિધવા માતા મોસાળ વાઘનગરમાં આવ્યા. માં દીકરાએ કાળી, મજારી કરીને કપ દહાડા પસાર કર્યા. સમય જતાં ઇશ્વરે સાનુકૂળતા આપી નાની એવી હાટીથી વેપાર શરૂ કર્યો. અને રિદ્ધિ સિદ્ધિને વર્યા. પછીત મેળવેલી એ સંપત્તિને ક્યારેય અહંકાર આવ્યો નથી, ગામના દૂખે દુખી અને સુખે સુખી બનીને રહેતા જરૂરિયાતવાળાને ત્યાં અનાજ દવા દારૂ પહોંચી જતાં, સારા નરસા પ્રસંગે એ એમણે ઘણાને આર્થિક મદદ ગુપ્ત રીતે કરી છે. વાઘનગર ગામના પાલક પિતા હતા, એક સજજન વ્યાપારીજ તરીકે જ નહિ પણ દાનેશ્વરી ભાણજી ઠકકર તરીકે એ પંથકમાં આજે પણ લોકો તેમને યાદ કરે છે.
બી. શાહ સ્ટીલ પેરેશન –ભાવનગરમાં શાહ રટીલ કોર્પોરેશનને નામે જાણીતી પેઢીના ભાગીદાર છે. રમેશચંદ્ર અમૃતલાલ શાહ અને સુરેશચંદ્ર અમૃતલાલ શાહ ઇન્ટર સુધીને બન્ને ભાઇઓએ અભ્યાસ કરીને બીન અનુભવી વ્યકિત તરીકે છતાં પિતાના પ્રોત્સાહક સહકાર અને પ્રેરણાથી સ્ટીલ ફર્નીચરનું ઉત્પાદન કરવાના કામમાં ખંત અને ઉત્સાહથી લાગી ગયા, આવરણે અને મુશ્કેલીઓ આવી પણ ધીરજથી કામ ચાલુ રાખ્યું. પોતાના સ્વ અનુભવ અને અખતરાઓના ભોગે નવી નવી ડીઝાઈનની અવનવી આઇટમો બનાવીને આપે છે. માસિક રૂ. ૫૦,૦૦૦નું ઉત્પાદન ધરાવે છે. ગુજરાત તથા પર પ્રાંતમાં સરકારી અને બીન સરકારી પાર્ટીઓમાં માલ સપ્લાય કરે છે જનતાને સસ્તામાં સસ્તુ, નાની જગ્યામાં ઘણેજ સમાવેશ થાય તેવું ફર્નીચર બનાવી પૂરૂ પાડવાની ખ્વાહેશ રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com