________________
૮૩૩
શ્રી તુલસીદાસ હરિવલ્લભ પરીખ :-પેટ ખાતામાં નોકરી સમય દરમ્યાન પૂરી નિષ્ઠાથી કામ કર્યું. સેવાપરાયણતા અને ફરજ પ્રત્યેની સતત જાગૃતિએ તેમણે સારી પ્રતિષ્ઠા ઉભી કરી હતી. તેમના સુપુત્ર પ્રમોદરાય હાલમાં કલીયરીંગ, ફોરવર્ડીંગ શીપીંગ એન્ડ ટ્રાન્સપોર્ટના એજન્ટ છે. પ~રાઈઝીંગ મીનરલેસમાં ખાસ રસ ધરાવે છે. જીવનના ઉદયકાળ વખતે અપ્રતિકૂળ સંજોગો સામે વૈર્યતાથી કામ લેવાની હૈયાફતથી ધંધામાં આગળ વધ્યા. આજે તેઓ પોતાના ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી રહ્યા છે.
શ્રી ડી. એ. મહેતા:–ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ બદનમાં હામ ભીડી એકમાત્ર શ્રદ્ધાને બળે જીવનમાં અનેક તડકા છાયા વચ્ચે નાની ઉંમરમાં ઘણું જ અનુભવનું ભાથું મેળવ્યું. કરીયાણના વ્યાપારમાં લાખ રૂપિયા કમાયા અને વાપર્યા પણ એટલાજ. મા-બાપે દુનિયાભરની યાત્રા કરી. એવા ધન્ય પ્રસંગથી વિશેષ સારે પ્રસંગ શું હોઈ શકે? દુષ્કાળ વખતમાં એક સ્વયંસેવકની અદાથી લેકેને અનાજ પહોંચાડયું છે. કુદરતી આફતે વખતે શકય હોય ત્યાં મદદ કરી છે દેશાટન પણ એટલું જ કર્યું. જ્ઞાતિના કુરિવાજોને તિલાંજલી આપવા અને અન્ય સુધારાઓ માટે ઝુંબેશ ચલાવી છેવટે ભાવનગરમાં સ્થિર થયાં રેડીયા-સાયકલ સ્ટીલ ફર્નિચર વિગેરે વ્યાપાર ધંધામાં પડયા છે. - શ્રી કાન્તિભાઈ ડાહ્યાભાઈ પટેલ –ભાવનગરમાં કૃષ્ણ. કે-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ અને ભાવનગર મોટર ગુડઝ એસોસીએશનના પ્રમુખ તરીકે જાણીતા થયેલ શ્રી કાન્તિભાઈએ કપરા સંજોગોમાં ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. પોતાના પુરૂષાર્થથી ટુંકા સમયમાં ગુજરાતભરમાં પોતાની દશેક ઓફિસનું સંચાલન કરી રહ્યા છે. અને બહોળો સ્ટાફ ધરાવે છે. ભૂતકાળમાં વડોદરા સ્ટેટ ડાયર્સ એન્ડ પ્રિન્ટર્સ ફેડરેશન વડોદરાના મંત્રી પદે કામ કર્યું છે.
શ્રી વોરા રમણીકલાલ જમનાદાસ :-સિહોરના વતની છે. ચાર અંગ્રેજી સુધી અભ્યાસ-નાની ઉમરથી વ્યાપારમાં તમાકુના ધંધામાં ઝંપલાવ્યું. એકસો વર્ષથી વડીલોએ સ્થાપેલી
- વેલજી કેશવના નામની પેઢીનું બાવીસ વર્ષથી કુદરતની સાનુકુળતાએ સંચાલન કરીને એકધારી પ્રગતિ કરી રહ્યા છે. ગુપ્તદાનમાં માનનારા છે. ગરીબોને દવાદારૂ અને જરૂરીઆતની વસ્તુઓ અને ગાયોની સેવા કરવામાં ખાસ રસ ધરાવે છે. સિહોરમાં તેમની એકજ શાખા છે–ભવિષ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવાની ખ્વાએશ ધરાવે છે.
શ્રી મોહનલાલ જીવાભાઈ—લીના વતની છે. હાલમાં બોટાદમાં કુકડા છાપ પીવાની તમાકુ બનાવે છે. ૧૯૨૦માં સ્થપાએલ આ પ્રકારના ધંધામાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આ પેઢી છે. પિોતે દશાશ્રીમાળી જૈન સ્થાનકવાસી જ્ઞાતિના કેજરર છે. ધંધામાં પણ તેમણે કેટલાંક સિદ્ધાંતો કેળવ્યા છે. દેણું ન રાખવું, શક્ય હોય તેટલું જ કરવું. માલમાં એકજ ટેસ્ટ રહે તે જોવું વિગેરે. બહેળો પરિવાર ધરાવે છે. * શ્રી ત્રીવનદાસ મેનદાસ ભૂતા–રાજુલા તરફના વતની અને કપાળ જ્ઞાતિમાં તેમને ઉછેર પણ વર્ષોથી ધંધાર્થે મુંબઈ પૂના તરફ રહે છે. ભાવનગરમાં બી, ટી. શાહ ના નામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com