________________
૧૩
શ્રી જગજીવન કેશવજી દેશી
તળાજા પાસે દાઠાના વતની છ ગુજરાતીને જ અભ્યાસ ધંધાથે મુંબઈ ગયા. રા. ૧૫ ના પગારની નેકરીથી જીવનની શરૂઆત કરી. સખ્ત પરિશ્રમ અને અખૂટ શ્રદ્ધાએ ૧૯૯૧માં ભાગીદારીમાં સોપારીની દુકાન શરૂ કરી ૨૦૦૦માં ભાગીદારીમાંથી છુટા થયા અને ૨૦૦૩માં ચિમનલાલ જગજીવનને નામે દુકાન શરૂ કરી. ધંધામાં બે પૈસા કમાયા અને છૂટે હાથે દાન ધર્મમાં એ સંપત્તિને ઉપયોગ શરૂ કર્યો. દાઠાની હોસ્પીટલમાં, તળાજાની વિદ્યાર્થી બોર્ડિંગમાં, કદમ્બગિરિ અને પંચગિનિમાં મેરશિખર બંધાવવા અર્થે સારૂ એવું દાન કર્યું છે. મીઠું અને રોટલો ખા પણ કાઈની મદદ ન લેવી એવી એક આત્મશ્રદ્ધાએ, પોતાના સ્વબળેજ ધન દોલત અને કીર્તિ પ્રાપ્ત કર્યા. પાલીતાણાની દરેક ધાર્મિક સંસ્થાઓમાં તેમનું દાન ગૂંજતું રહ્યું છે. પુત્રોને સારી કેળવણી આપી છે.
શ્રી ભીમજી રૂગનાથ મહેતા
અમરેલી પાસે નાના આંકડીયાના વતની છે. ખેતીને વ્યવસાય કરતા સાધારણ કુટુંબમાં જન્મ થયો. ૧૯૬૮માં દુષ્કાળ પડયે ખેતી વેચી નાખવી પડી અને નેકરી અર્થે મુંબઈ તરફ પ્રયાણ કર્યું થોડા સમય સુકા પગારમાં નેકરી કરી પણ છેવટે નેકરી છોડીને રંગને વ્યાપાર શરૂ કર્યો. સારીએવી આવક થઈ ભાગીદારીમાં ચાલતું આ કામ સમયજતા એ પણ છેડયુ અને કાપડની મીલ શરૂ કરી એ પણ વેચી. ધંધામાં બે પૈસા કમાયા મેળવેલી એ સંપતિને ઉપયોગ અમરેલીમાં હાઈસ્કુલ માટે, સર હરકીસન હોસ્પીટલમાં જીથરી હોસ્પીટલમાં અને નાના આંકડીયામાં શાળા માટે અને ચારે તરક નાની મોટી સંસ્થાઓમાં દાન આપ્યું છે, અત્યારે અર્ટિસીલ્કના મેટા વ્યાપારી છે. ભાવનગરમાં વેલાઇન્ડસ્ટ્રીઝમાં પાર્ટનર છે. કપાળ જ્ઞાતિની નાની મોટી કમિટિઓમાં સારૂ એવું સ્થાન ધરાવે છે. સાહસિક વૃતિ, સ્વયં પુરૂષાર્થ હૈયા ઉકેલ અને ઈશ્વરની કૃપાથી આગળ વધ્યા છે.
શ્રી રતીલાલ છગનલાલ ગાંધી
તળાજા પાસેના ખંઢેરાના અને પછીથી મહુવાના વતની બનેલા શ્રી રતિલાલભાઈએ આઠ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. નાનપણમાં માતા પિતા ગુજરી ગયા. આવી પડેલી કૌટુંબિક જવાબદારી એએ જીવનને વધુ જાગૃત કર્યું. ૧૯૩૯માં મુંબઈમાં આગમન થયું અને દારૂખાનામાંજ એમ ઈસ્માઈલજી અબ્દુલહુસેનમાં નેકરીથી જીવનની શરૂઆત કરી લોખંડની આ લાઈનમાં જ્ઞાન અને અનુભવ મળતા ૧૯૪રથી આર. રાયચંદને નામે સ્વતંત્ર ધંધે શરૂ કર્યો અને કુદરતે યારી આપી ધંધાને ઉત્તરોત્તર વિકાસ થે સ્થિરતા સંકળાયેલ છે. મહુવા યશવૃધિ જૈન બાલાશ્રમના ટ્રસ્ટી તરીકે, મુંબઈમાં મહુવા યુવક સમાજના ઉપપ્રમુખ તરીકે. દારૂખાના આયર્ન મરચન્ટ એસોસીએશનના ડાયરેકટર તરીકે સેવા આપીને સૌને પ્રીતિપાત્ર બન્યા છે. વતનની કોઈપણ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં તેમને પ્રોત્સાહક સહકાર અને સહાનુભૂતિ હંમેશા મળતા રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com