________________
૮૨૪
શ્રી નાગરદાસ મુળજીભાઈ દેસાઈ '
કાઠિયાવાડ એ દાનવીર નરરત્નની ખાણ છે. જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં માનવતાપ્રેમી પરગજુ માણસોના દર્શન થતાજ રહ્યાં છે. બોટાદ પાસે ઝમરાળાના વતની શ્રી નાગરદાસભાઈએ આજથી ૪૦ વર્ષ પહેલા રૂા. ૨૦,૦૦૦ એક ધર્મ શાળા બનાવવા. ૩,૫૦૦ પારેવાની છત્રી બનાવવા, રામજી મંદિર અને હોસ્પીટલ, તથા અન્ય ગામના કામમાં સુંદર ફાળો આપીને લોકસેવાની યશ
ી પ્રાપ્ત કરી. ચારાના જિર્ણોદ્ધારમાં, ત્યાંની એક વાવના બાંધકામમાં, કપાળ જ્ઞાતિના પ્રસંગમાં આ કુટુંબે ઉદારતા બક્ષી છે, આ બધા કામમાં તેમના ભાઈઓ છેટાલાલ મુળજી, કલ્યાણજી મુળજી વિગેરેને પણ હિસ્સો જરાય ઓછો નથી.
શ્રી ચંપકલાલ નાગરદાસ દેસાઈ
પિતાના પરોપકારીતિના સંસ્કારે તેમનામાં પણ ઉતર્યા ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં વસવાટ હોવા છતાં માતૃભુમિ પ્રત્યે ઋણ ચૂકવવાનું ભૂલ્યા નથી પિતાશ્રીને નામે ઝમરાળાના દવાખાનામાં રૂા. ૫,૦૦૦ નું દાન, હનુમાનજીના મંદિરમાં ત્રણે ભાઈઓ તરફથી ૧,૦૦૦ નું દાન, નર્મદાબેન ચંપકલાલ દેસાઈના સ્મરણાર્થે જીથરી હોસ્પીટલમાં ૫,૦૦૧ નું દાન, હોસ્પીટલમાં ચાર પથારી અને બે રૂમ માટે માતુશ્રીના સ્મરણાર્થે રૂા. ૧,૪૦૦ નું દાન, પ્રાથમિક શાળામાં એક રૂમ માટે પિતાના તરફથી દાન, બેટાદ કોલેજ માટે રૂા. ૫૦૧ ધોળકા કળ બોર્ડિંગમાં માતુશ્રીના સ્મરણાર્થે રૂ. ૨,૫૦૦ આ ઉપરાંત અનેક નાના મેટા ફંડ ફાળામાં ઉદાર સખાવત કરી છે.
શ્રી કાન્તિલાલ જગજીવનદાસ - દામનગરના વતની છે. ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ એદલમીલના વારસાગત ધંધામાં બચપણથીજ જોડાઈ ગયા. તે વખતે ધંધાની સ્થિતિ સાધારણ પણ સાહસ અને શ્રદ્ધાથી અને હૈયા ઉકલતથી ધંધે ટકાવી રાખ્યો અને તેને લઈને ધંધામાં પ્રગતિ થતી રહી.
સૌરાષ્ટ્રમાં દાનગંગાના જે ઝરણાઓ વહેતા રહ્યાં તેમાં શ્રી કાન્તિભાઈને પણ હિસ્સો છે. કામનગરથી શૈક્ષણિક સંસ્થાઓમાં, સ્થાનિક જૈન ઉપાશ્રયમાં, અને અન્ય નાના મોટા પ્રસંગોએ
જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જરૂરત ઉભી થઈ છે ત્યારે આ કુટુંબ ધર્મભાવના અને સંસ્કારોથી રંગાયેલું છે. પિતાને કાંઈ વ્યસન નથી. સંયુક્ત કુટુંબ તરીકે આ પંથકમાં સારી ખ્યાતિ પામ્યું છે. શ્રી દ્વારકાદાસ મુળજીભાઈ પારેખ
અમરેલીના વતની છે. સાધારણ અભ્યાસ દામનગરમાં ઘણા વર્ષોથી સ્થિર થયાં છે. ઓઈલ મલ, તેલબીયા અનાજ વિગેરેને વેપાર કરે છે. ગામના પ્રતિષ્ઠિત આગેવાન તરીકે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં આગળ પડતે રસ લીધા છે. સમાજ સેવાની દ્રષ્ટિ નજર સમક્ષ રાખીપંચાયતમાં પણ રસ લેતા રહીને હાઈસ્કૂલ, કન્યાશાળા, દવાખાનું, વિગેરે ઉભા કરવામાં આગળ ચાલીને કામ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com