________________
ઝવેરી પદમશી પ્રેમજીભાઈ
કચ્છ મુદ્રાના વતની અને મુંબઈના શણુના પ્રષ્ઠિત વેપારી શ્રી ઝવેરીએ ૨૫ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં જીનીંગ પ્રેસના કારખાના શરૂ ર્યા. સાત ગુજરાતી અને એકાદ બે અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પિતાની દીર્ધદ્રષ્ટિથી ધંધાને સારા પ્રમાણમાં વિકસાવ્યું. મીલનસાર સ્વભાવના હતાં. નાનામાં નાના માણસ પ્રત્યે લાગણી અને હમદર્દી બતાવતા હતા. સામાન્ય સ્થિતિમાંથી પોતાના
સ્વબળે અને સારા પરિશ્રમ વડે આગળ વધ્યા હતા. નાનપણથી ખૂબજ હિંમત અને આત્મશ્રદ્ધા ધરાવતા હતા. પેઢીનું સુકાન સંભાળવાની સાથે સામાજિક કામોમાં પણ રસ લેતા હતા. પરદેશમાં તેમનું માન ઘણું જ હતું. એક લોકપ્રિય સજજન તરીકે વ્યાપારી આલમમાં સારી એવી છાપ જીવનના અંત સુધી રાખી હતી. તેમના વારસદારો બોટાદમાં જનપ્રેસ ચલાવે છે.
શ્રી દલીચંદ લકમીચંદ કોઠારી
- સૌરાષ્ટ્રમાં ઝાલાવાડના વતની અને ફકત ચાર અંગ્રેજી સુધીનેજ અભ્યાસ પણ વિચક્ષણ બુદ્ધિ અને વ્યાપારી કુનેહને લઈ મુંબઈમાં શરૂઆતમાં નોકરી દરમ્યાન થોડી મુશ્કેલીઓ વેઠી શાંતિ અને ધર્યતા કેળવી કપરાદિવસ પસાર કર્યા. મુંબઈમાં ઈસ્ટ ઇન્ડીયા કંમ્પનીમાં રહ્યાં પણ ત્યાં સટેમ્પ ડયુટીએ તેમનું જીવન સુધાયું. સમાજનાં દારૂખાનામાં નંબકલાલ કસ્તુરચંદની પેઢીમાં નોકરીએ રહ્યાં ત્યાંથી પણ બહુજ નજીવા કારણસર કરી છડી લેખંડ બજારમાં દલાલી શરૂ કરી. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સના સહકારથી દલાલીના કામમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થતા થયાં. ચિમનલાલ જાદવજીની તેમના પ્રત્યેની ભાવનાથી દારૂખાનામાં ૨૦૦૮ માં ભાગીદારીથી દુકાન શરૂ કરી. ૨૦૧૩માં રાજીખુશીથી છટા થયા. ત્રણ ભાઈઓના નામને વહીવટ શરૂ રાખે, કૌટુંબિક વ્યહવારિક જવાબદારીઓ પૂરી કરવામાં, ધાદાપરના જૈન દેરાસરમાં, જેમાં સમાજના જરૂરીયાતવાળા કુટુંબોને અનાજ, વિંદ્યાર્થીઓને પુસ્તકની સગવડતા કરી આપીને સંતોષ અનુભવે છે. સકળ સંઘની પ્રવૃત્તિમાં આગળ વધવાની વાયેશ ધરાવે છે.
શ્રી ચંદ્રકાન્ત વી. પરીખ
સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓમાં શ્રી પરીખ પ્રથમ હરોળના રાણાયછે. અમરેલીના વતની છે. બીકોમ સુધી તેમને અભ્યાસ છે. ૧૯૭૯થી સ્ટીલના ધંધાની શરૂઆત કરી. મુંબઈ, કલક્તા રાજકોટ વિગેરે સ્થળોએ તેની શાખાઓ નંખાયેલી છે. શ્રી પરીખ ધંધાના વિકાસથે ૧૯૬૪માં યુરોપને પ્રવાસ ખેડ્યો છે. ૧૯૫૬થી ભાવનગરમાં પોતાના આ ધંધાની શરૂઆત કરી છે. જે વેસ્ટર્ન ઈનડીયામાં સ્ટીલ કેર્પોરેશને નામે ચાલે છે. ગુજરાતભરમાં પ્રથમ દ્રષ્ટિએ તેમનું આ સાહસ મોટુ હોવાનું ગણાય છે. સામાજિક ક્ષેત્રે પણ શ્રી પરીખની સેવાઓ નોંધાયેલ છે. અમરેલીના બાલમંદિરમાં રૂા. ૫૦,૦૦૦નું દાન આપ્યું છે. જ્ઞાતિની બેગમાં અને કેળવણીની અન્ય સંસ્થાઓને નાની મોટી રકમની મદદ કરી. સંતોષ અનુભવ્યો છે. ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના મેનેજીંગ કમિટિના સભ્ય છે. ઘણાજ બાહેંશ અને નિખાલસ વૃતિ ધરાવતા આ સજજને વ્યાપારી આલમનું ગૌરવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com