________________
ભરાવવા જાય. આવું પરોપકારી જીવન અને આવી દાનવૃતિ માસિક રૂ. ૬૨.૫૦ ના પગારમાં કેમ પોય? એટલે શેઠની અનુમતિથી થોડે ઘણે રૂ નો વેપાર પણ બીજાના ભાગમાં કરતા. ભાવનગર રાજ્યની દરબાર બેંક સ્થાપવાને દરબારશ્રીએ નિર્ણય કર્યો ત્યારે શ્રી મોતીભાઈએ રૂ. ૫ લાખમાંથી રૂ. ૨ લાખના બેંક બેડ વેપારીવર્ગમાંથી ભરાવી દીધા હતા અને બેંકમાં ઘણાય વેપારીઓના ખાતા ખોલાવી આપ્યા. આજે તેમના વંશમાં નાના મોટા સૌ કઈ પિત્રો અને પ્રપાત્રો સુખી, સંસ્કારી અને જનકલ્યાણની ભાવનાવાળા મુંબઈમાં વસે છે. જેમાંના એક શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીને ઘણું સૌરાષ્ટ્રવાસીઓ જાણે છે. આ બધુ વાડલની પુન્યાયી અને સુકૃત્યનું ફળ કહિ શકાય.
શ્રી પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી
ભાવનગરમાં સામાન્ય કુટુંબમાં જન્મ, મુશ્કેલીઓ વેઠીને પણ ગ્રેજ્યુએટ થયાં. અભ્યાસ પૂરો કરી કાપડમાં નેકરીએ લાગ્યા. બુદ્ધિશાળી, ખંતીલા અને નિષ્ઠાવાન હોવાથી બે વર્ષમાં બધી જાતના કાપડના વેપારનો અનુભવ મેળવી લીધે તે પછી મુંબઈની એક સારી મીલના પિતે સેસમેન બન્યા અને ઉત્તરોત્તર તેમાં ઘણી જ મોટી સિદ્ધિ હાંસલ કરી. માણસ દ્રઢ સંક૯પ કરે અને પૂર્ણ નિષ્ઠાથી કામ કરે તો કેઇપણ વસ્તુ સિદ્ધ કરી શકે છે. કેઈપણ સારૂ કામ કરવામાં હિણપત નથી, ક્રમે કમે તેમણે શ્રીરામ મિલ્સ અને અન્ય મિલોમાં પોતાની શક્તિની પ્રતીતિ કરાવી મીલના કામકાજ પછી સ્વતંત્રરીતે કાપડને ધંધો શરૂ કર્યો. સારા પ્રમાણમાં તેને ખીલવ્યો અને ધન તથા કીતિ મેળવ્યા તેમાં પણ ભાગીદારોની મહેનત, આવડત અનુભવ અને નેકીને હિસ્સો નાને સુનો નથી. મુંબઈ અને અમદાવાદના અને વહીવટની ભાગીદારી અમુક વર્ષો સુધી સારી ચાલી શ્રી ગાંધી આજે ૭૪ વર્ષની ઉંમરે નિર્મળ અને નિવૃત જીવન જીવી રહ્યાં છે.
શ્રી ખાન્તિલાલ લાલચંદ શાહ
તળાજાના વતની પણ ધંધાર્થે મુંબઇમાં ઘણું વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. ધંધાકીય સિદ્ધિ કરતાં તેમની બીજી કોઈ વિશિષ્ટ નેધ જે કાંઈપણ હોય તે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તન-મન-ધન વિસારે મૂકીને યશસ્વી સેવા આપી રહ્યા છે. મુંબઈની ઘોઘારી જૈન જ્ઞાતિ, તળાજા તાલધ્વજ વિદ્યાર્થીગૃહ, મુંબઈના ગોડીજી જૈન સ્નાત્ર મંડળ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, કૃષ્ણવિલાસ જૈન પાઠશાળા, મુંબઈનું શ્રી તળાજા નાગરિક મંડળ વિગેરે સંસ્થાઓના પ્રાણસમાં છે. તળાજા ગર્લ્સ હાઈસ્કૂલમાં ૩૫,૦૦૦ જેવી મોટી રકમનું મોટુ દાન અપાયું છે.
શ્રી માધવજી મોરારજી
મહુવા પાસે બડાના વતની ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ નાની ઉંમરથી જ વ્યાપારની કળા હસ્તગત કરી મુંબઈમાં જથ્થાબંધ સોપારીના વેપારીઓમાં તેમનું નામ પ્રથમ હરોળમાં ગણી શકાય છે. આ કટુંબના શ્રી અંતુભાઈએ તેમના વતન બોડામાં અને મહુવાની કેળવણીની સંસ્થાઓએ ધણી રીતે પ્રસંગોપાત મોટી સખાવત કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com