Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 989
________________ સમય જતાં મીનરલ્સની લાઈનમાં મન પરોવ્યું અને એજ લાઈનમાં એકધારૂ પચાસ વર્ષથી ધૂણી ધખાવી બેસી ગયા છે. આખા હિન્દુસ્તાનમાં તેમને પ્રથમ નંબર આવે છે. કેઈપણ કામમાં તપશ્ચર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત નથી થતી એમ શ્રી. શામજીભાઈ દઢપણે માને છે. એક પણ દિવસ એમણે રજા લીધી નથી. આરામને હરામ ગ છે, આખું યુરોપ-આફ્રિકા જાપાન વિગેરે દેશનો પ્રવાસ ખેડ્યો છે. પુત્રપરિવારને સારી એવી કેળવણી આપી પરદેશના પ્રવાસ કરાવ્યા છે. ભાવનગર અને મદ્રાસમાં, દિલ્હી અને કલકત્તામાં તેમના કેમીકલ્સને લગતા ધંધાની શાખાઓ ચાલે છે. સામાજિક સેવાઓમાં પણ મોખરે રહ્યાં છે. ડુંગર સેવા સમાજના પ્રમુખ છે. શ્રી ગણપતભાઈની સાથે રહીને ડુંગરમાં ધર્મશાળા, મહુવામાં કેળવણી અથે રૂા. ૨૫૦૦૦/- કુંડલા બેડિંગમાં રૂા. ૧૦૦૦૦ મહુવા ડુંગરમાં અન્ય નાના મેટા દાને સૌરાષ્ટ્ર અને મુંબઈની સંખ્યાબંધ સંસ્થાઓને તેમણે સારી એવી હુંફ આપી છે. શ્રી. ગાંધી જગજીવનદાસ ગેવિંદજી પાલીતાણા પાસે સમઢીયાળાના વતની. નાની ઉમરમાં માતા પિતા ગુજરી ગયા. એકલવાયાં જીવનથી ભારે મોટા આંચકે અનુભવ્યો–ઘર છોડીને ખાલી ગજવે ચાલી નીકળ્યા–મુંબઈમાં પગ મૂક–-કઈ બાંધી ઓળખાણ નહીં. માત્ર હિંમત અને શ્રદ્ધાએ કપરા દાડા પસાર કરી દેરા બટનને ધંધો શરૂ કર્યો. સખ્ત પરિશ્રમ અને મહેનતથી કુટુંબનું ભરણપોષણ કર્યું. અનેક તડકા છાંયા જોયા પછી પણ ધાર્મિક મૂલ્યોને કદી ન ભૂલ્યા. જીવનના છેલ્લા શ્વાસ સુધી ચઉવિહાર ચાલુ રા -કબૂતરની જવાર અને અન્ય મદદ કરવાનું સમાજસેવાનું વ્રત ક્યારેય ચૂક્યા નહી પછી તે ઈશ્વરે યારી આપી-ધંધામાં બરકત વધતી ગઈ, તેમના પુત્ર પરિવાર (૧૧ માણસનું કુટુંબ) આજે ખૂબ જ સુખી છે. આખું કુટુંબ ધર્મપ્રેમી, સમાજપ્રેમી અને ગુપ્ત દાનમાં માનનારૂં છે, શ્રી, નારણદાસ હરગોવિંદદાસ વળીયા સૌરાષ્ટ્રમાં મહુવા પાસે વીરભૂમિ વાઘનગરમાં એક ખાનદાન કુટુમ્બમાં જન્મ લઈ, અમરેલીમાં થોડો અભ્યાસ કરી નાની ઉંમરમાં જ મુંબઈ તરફ પ્રયાણું કર્યું, દેશમાં રાષ્ટ્રિય ચળવળ પૂરબહારમાં ચાલતી હતી. તેવા સંજોગોમાં ધંધામાં ઝંપલાવ્યું. વતનની ગરીબી અને અજ્ઞાનતામાં સબડતી પ્રજાને કંઈક ઉપયોગી બનવાની ઉમદા લાગણી સાથે ધંધામાં પ્રગતિ સાધતા ગયા. લક્ષ્મીદેવીની કૃપા થઈ અને સંપત્તિને સદ્ ઉપયોગ કરતાં રહ્યાં–ગામ વાઘનગરમાં શેક્ષણિક સવલતે ઉભી કરી. દુષ્કાળ કે અન્ય આફતો વખતે યોગ્ય મદદ મોકલીને સૌના આશીર્વાદ રૂપ બન્યા. રામજી મંદિર અને ધાર્મિક કાર્યોમાં પણ એને હિસ્સો જરાય ઓછું નથી–પંચાયત મહિલા પ્રવૃત્તિ કે સહકારી પ્રવૃત્તિ તેમના દેરીસંચાર અને માર્ગદર્શન નીચે ચાલુ છે. વાડાબંધી અને કોમવાદના તેઓ કટ્ટા શત્રુ છે. ગામની અન્ય જરૂરીયાત સેનેટરી વેલ્સ, રાસમંડળ જેવી સંસ્કારિક પ્રવૃત્તિઓમાં ઉત્તેજન આપતા રહ્યાં છે. પ્રસંગોપાત વતનને યાદ કરીને માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચુકવી રહ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014