________________
પહેલા મુંબઈ ગયા. શિક્ષણ લીધું ન લીધું ત્યાં મુંબઈની મુળજી જેઠા મારકેટમાં કાપડના ધંધે લાગી ગયા. ધંધાએ યારી આપી-વેપારી આલમમાં નામના કાઢી, પિતાની તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિને બળે મુંબઈમાં ખ્યાતનામ બન્યા. ધંધામાં સ્થિરતા ઉભી થતાં પોતાના રાષ્ટ્રીય વિચારોએ જાહેર જીવનમાં પ્રવેશ કરાવ્યો. રાજકીય અદેલનમાં પણ એક સીતારાની માફક ચમકયા. ૧૯૩૦ની સાલથી અનેક લડતમાં અગ્ર ભાગ ભજવ્યો. કોંગ્રેસના અનન્ય ભક્ત બનીને જૂદી જૂદી સાર્વજનિક સંસ્થાઓને દોરવણી આપતા રહ્યાં. પાયામાંથી ઉભી થતી અનેક શૈક્ષણિક અને સાંસ્કારીક પ્રવૃત્તિઓમાં તેમની ઉદાર સખાવતે ભારે મોટું બહુમાન મેળવ્યું–હોસ્પીટલે, સ્ત્રી સંસ્થાઓ વિગેરેમાં એમને ફાળો મોખરે રહ્યો છે. ભાવનગરમાં પોતાના માતુશ્રી નર્મદાબાઈ ચત્રભૂજ ગાંધીને નામે મહિલા કોલેજ વિશાળ મકાન બાંધવામાં રૂપિયા એક લાખની સખાવત કરી, ગોહિલવાડની અનેક જૈન સંસ્થાઓમાં તેમની પ્રેરણા પાયામાં પડી છે. રાષ્ટ્રીય શાળાનું મકાન ભાવનગરમાં તેમના પ્રયત્નોથી થયું. સરકારમાં પણ તેમનું ઉંચું સ્થાન રહ્યું છે. કદરરૂપે જે. પી. તરીકે નિયુકત થયા છે. તેઓ ચુંબર-ઘાટકોપર-ભાંડુપ વિભાગમાંથી મહારાષ્ટ્ર ધારાસભામાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સંપત્તિને સાચે માર્ગે વાળવાની સદબુદ્ધિ ઈશ્વરે આપી છે. ગરીબો અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેમની હમદર્દી હંમેશા રહી છે અને રહેશે. આવા ઉદારચરિત દાનવીરો દાનગંગા વહેવડાવવામાં હંમેશા કાર્યરત રહે તેમ ઈચ્છીએ. નાની ઉંમરે ધાર્મિક વૃત્તિના બળે અપરિગ્રહની પ્રતિજ્ઞા કરી. તેથી જે કઈ વધુ કમાય તેનું જાહેર ક્ષેત્રે દાન કરી દેવું. આ પ્રતિજ્ઞાના પરિણામે ઘણી સંસ્થાઓ ફાલીલી છે.
શ્રી રતિલાલ વિઠ્ઠલદાસ ગોસળીયા
શ્રી. રતીલાલભાઈ વિઠ્ઠલદાસભાઈ ગેસળીયા (ગઢડા નિવાસી) જેઓ સૌરાષ્ટ્ર તેમજ મુંબઇથી ઘણે દુર નાના એવા શહેર (માધવનગર) માં વસતા હોવા છતાં તેમને પોતાના વતન ત્થા જ્ઞાતિ માટે, કંઈક કરી છૂટવાની તાલાવેલી અને ધગશ નિરંતર રહે છે. ધર્મ પ્રત્યેને તેમને પ્રેમ પણ જરાય ઉતરતે નથી કારણ કે અંધેરી ઉપાશ્રય, કાંદીવલી ઉપાશ્રય, ભાંડુપ ઉપાશ્રય ઉગામેડી વિ. ધર્મ સ્થાનમાં આવી જ મોટી પતે ત્થા પિતાના સ્નેહીઓ તરફથી શાહી સખાવતે કરી છે. આ ઉપરાંત સામાજીક સંસ્થાઓમાં પણ તેમને ફાળે જાય છે નથી જેવા કે કાંદીવલીની ચાલીમાં સાંગલી જીલ્લામાં હાઈસ્કૂલે, દવાખાનાઓ, બોટાદના છાત્રાલયમાં વિ. વિ. માં તેમનું નામ હંમેશા મોખરે જ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કેળવણી અથે તેમની ઘણી ઉદાર સખાવતે છે. આ બધાજ મહાન કાર્યોના પ્રણેતા અને સદાય પ્રેરણારૂપ બનતા તેમના ધર્મપત્નિ, ધર્મપ્રેમી અ. સ. કંચનગૌરી બહેનને હીસ્સો જરાય ઓછો નથી. સ્વ. હીરાલાલ પુરૂષોતમદાસ સિધ્ધપુર
સૌરાષ્ટ્રની ભૂમિએ ભૂતકાળમાં જે કેટલાક ધર્મશ્રદ્ધાળ નવરત્નની સમાજને ભેટ આપી તેમાંના એક સ્વ હીરાલાલભાઈ સિધ્ધપુર છે. શત્રુંજયની છાંયડીમાં પાલીતાણું પાસેનું સાતપડ ગામ તેમનું મુળ વતન અભ્યાસ ફકત ચાર ગુજરાતીને પણ આ સિધ્ધપુરા પરિવારમાં કલાકારીગરીની પરંપરા ચાલી આવી છે. તે સંસ્કાર વારસાને બરાબર સાચવી જાણી એમની વિચક્ષણ બુદ્ધિ અને હૈયા ઉકેલતે સૌરાષ્ટ્રભરમાં જે કામના શ્રી ગણેશ માંડયા તેથી રાજા મહારાજાઓને પણ પ્રેમ અને વિશ્વાસ સંપાદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com