________________
સને ૧૯૨૬માં તેઓ શ્રી કાન્તાબેન સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા. માંડ બે વર્ષનું લગ્ન જીવન ભગવ્યું ત્યાં દેવસંજોગે ૧૯૨૮માં શ્રી કાન્તાબેન ૨૦ વર્ષની વયે સ્વર્ગવાસી થયાં. પત્નીની બીમારીમાં ગુલાબભાઈએ પિતાની બધી પ્રવૃત્તિઓ છોડી પિતાના જીવન સાથીની સેવા કરી પરંતુ શ્રી કાન્તાબેનને જીવનદીપ ટુંકા ગાળામાં બુઝાઈ ગયો. ગુલાબભાઈનાં વહાલસેયાં માતુશ્રીએ ફરી લગ્ન માટે ખૂબજ આગ્રહ કર્યો પણ તેમને નિશ્ચય અડગ હતો. અને એ રીતે ભારતીય સંસ્કૃતિને એક પત્ની વ્રતને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યું. અને પત્ની પ્રત્યેના અનહદ પ્રેમના પ્રતિકનું જીવંત સ્મારક રચવા અર્થે બહેનોના ઉત્કર્ષ માટે એક નમુનેદાર મહિલા સંસ્થા સ્થાપવાને મનમાં સંકલ્પ કર્યો. શ્રી ગુલાબભાઈની જીવનની પ્રગતિશીલ જીવન દૃષ્ટિ માત્ર જૈન સમાજ કે કુટુંબમાં સમાયેલ નહોતી. રાષ્ટ્ર માટે કંઈને કઈ કરી છૂટવાની તેમનામાં અથાગ તમન્ના જાગી હતી. એવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સરદારી નીચે ૧૯૩૦માં અસહકારનું આંદોલન શરૂ થયું. શ્રી ગુલાબભાઈએ તેમાં પુરજોશથી ઝુકાવ્યું. ઉપરા ઉપરી કારવાસને આવકાર્યો. સત્યાગ્રહના દિવસે દરમ્યાન બસ મુસાફરીમાં અકસ્માતમાં પોતાને ડાબો હાથ ગુમાવ્યો. ગરીબોને વૈદકીય સહાય બહેનનાં ઉદ્યોગવર્ગો, ઈત્યાદી પ્રવૃત્તિઓ સુંદર રીતે વિકસાવી અને ચલાવી આ રીતે તેઓ સેવા સંઘના સ્થાપક અને પ્રણેતા હતાં. જુનવાણી સમાજના પુરાતન રીત રિવાજોમાં બહેને પીલાતી હતી. અનેક વ્યકિતઓ અને વિધવાઓના કેયડાઓ શ્રી ગુલાબભાઈ અને મિત્રો પાસે આવતા હતા આવી બહેને માટે આશ્રયસ્થાન અનિર્વાય હતું. શ્રી ગુલાબભાઈએ તે બીડું ઝડપ્યું અને તેમના સદગત પત્ની શ્રી કાન્તાબેનના સ્મારક માટે રૂા. ૫૦,૦૦૦નું દાન આપી શ્રી કાન્તા સ્ત્રી વિકાસગૃહની પ્રવૃતિ શરૂ કરી. તે સંસ્થાના વિકાસનાં તે પછીના વર્ષોમાં તેમણે બીજા રૂા. ૪ લાખ આપ્યા. દાન તે આપ્યું પણ સાથોસાથ તેમના ભત્રીજી હીરાબેનની સેવાઓ આ સંસ્થાને અર્પણ કરી. આમ શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, શ્રી ગુલાબભાઈ શેઠનાં તન-મન અને ધનથી આજે અનેક દુઃખી હેનને શીતળ છાયા આપી રહેલ છે.
હેને પછી બાળકોને માટે કંઈક કરી છૂટવાની તેમની અભિલાષા હતી. રાષ્ટ્રિયશાળાનાં બાલમંદિર સ્થાપના વિકાસમાં શ્રી ગુલાબભાઈની સેવાના અને દાનનાં બીજ રોપાયાં બાળકના શિક્ષણ પછી આરોગ્ય માટે રાજકોટમાં તેમનાં મોટાભાઈના સ્મારક અર્થે શ્રી કેશવલાલ ટી. શેઠ ચીન હોસ્પીટલની સ્થાપના કરી. અને આજે હજારો ગરીબ કુટુંબે તેમને લાભ મેળવી રહ્યાં છે. રાજકોટમાં ગૌરવ સાથે ચાલે છે.
શહેરનાં વિસ્તાર સાથે મજુરોનાં વિસ્તાર પણ વધ્યાં. મજુરોના શિક્ષણ અને આરોગ્ય માટે પણ સંસ્થાઓ ઉભી કરવાની શ્રી ગુલાબભાઈની ભાવના હતી. તે માટે ભક્તિનગર સોસાયટીની બાજુમાં કોઠારીયા કેલેનીન મજુર વિસ્તારમાં સારું એવું દાન આપી શ્રી શેઠ હાઈસ્કૂલની સ્થાપના કરી અને તેની બાજુમાં જ બહેને માટે પ્રસુતિગૃહ અને આરોગ્ય કેન્દ્ર પણ મેટું દાન આપી ચાલુ કર્યા. વિકાસગૃહમાં જેમ તેમના એક ભત્રીજી શ્રી હીરાબેન સેવા આપે છે તેમ આ આરોગ્ય અને પ્રસુતિગૃહને તેમનાં બીજી ભત્રીજી શ્રી સુશીલાબેનની સેવા મળે છે.
શ્રી ગુલાબભાઈની સેવાઓની નામાવલી પુરી થાય તેમ નથી, ભારત સેવક સમાજ, હરીજન સેવક સંધ, પાંજરાપોળ અને ગૌશાળા, જનતા સોસાયટી વિગેરે અને સંસ્થાઓનું સુંદર સંચાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com