________________
૮૬
ના કરી જાહેર સંસ્થાઓને તેમણે એક આદર્શ પુરો પાડેલ છે. શ્રી ગુલાબભાઈ એક કુશળ
ઉદ્યોગમતી અને વેપારી સત્યાગ્રહી અને રચનાત્મક કાર્યકર સેવક, અને સંચાલક, દાનવીર અને . હમદર્દ માત્ર ન હતાં પરંતુ એક શબ્દમાં કહીને તે એ “અજાત શ” માનવી હતાં. શ્રી ધીરજલાલ હરિલાલ સંઘવી –
કાઠિયાવાડના કાશિમર ગણાતા મહુવાની લીલી હરિયાળી ધરતી પણ કેટલાંક દાનવીર નવરત્નો અને રાજકીય અગ્રણીઓની ઉજજવળ કારકીદિથી ભારે ગૌરવ અનુભવે છે. કેટલાંક નામાંકિત બોમાં મહુવાના આ સંઘવી કુટુંબે પણ મહુવાના ભાતીગળ ઈતિહાસમાં એક અનોખી ભાત પાડી છે. આ જાણીતા કુટુંબની સુજનતા અને દિલાવરીના દર્શન મહુવામાં તેમણે ઉભી કરેલી માનવતાની સુવાસ પ્રસરાવતી ઈમાસ્તો ઉપરથી થાય છે. આજથી વીસ વર્ષ પહેલા શ્રી ધીરૂભાઈના માતુશ્રીને આંખની કાંઈક તકલીફ ઉભી થઈ આવા અસાધ્ય રોગના હુમલા વખતે ધીરૂભાઈના સ્વ. પિતાશ્રી હરિલાલભાઇએ સમષ્ટિનો વિચાર કર્યો. જીવનમાં બે પૈસા પ્રાપ્ત થાય તે વતનમાં આખની હોસ્પીટાલ કરવી અને મનસુબા જાહેર કર્યો.
સૌરાષ્ટ્રમાંથી ધંધાર્થે મુંબઈ આવેલા શ્રી સ્વ. હરિભાઈએ શરૂઆતના કેટલાંક તડકા છાંયા વટાવી ખંત પૂર્વક ધંધામાં બરકત મળતાં લક્ષ્મીદેવીની આ કુટુંબ ઉપર કપા થઈ ધંધાને મટા ઉપર વિકસાવ્યો.
સમય જતાં હોસ્પીટલના લીધેલા નિર્ણયને યારી મળી પણ આ કુટુંબના કમનસીબે એ યોજના અમલી બને તે પહેલાંજ હરિભાઈને સ્વર્ગવાસ થયો. કૌટુંબિક જવાબદારીઓ અને ધંધાને બોજ શ્રી ધીરૂભાઈ ઉપર આવી પડે. આમ તો ધંધાની તાલીમ તે ૧૯૪૦ થી મળતી રહી છે પણ ૧૯૬૧માં પિતાશ્રીના અવસાન પછી કામને બોજ વધ્યો. સામાન્ય દીનહીન માણસેને આશિર્વાદ રૂપ થઈ પડે અને ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં અન્ય સાધનો પણ ટાંચા હોય છે ત્યારે આંખના રોગ સાથે સારવાર આપતી આવી સુવિદ્યા મહુવા જેવા શહેરમાં આંખની હોસ્પીટાલ હોવી તે પણ ત્યાંના રહેવાસીઓ માટે એક લ્હાવો છે. પિતાશ્રીએ સેવેલું સ્વપ્ન સિદ્ધ કરવા તેમણે કમર કસી, મનમાં ગાંડ વાળા અને હોસ્પીટાલની યોજનાને વેગવંત બનાવી, માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ફેડવવા મનમાં ધૂન જાગી. નાનાભાઈ કિસનભાઈનું પણ યુવાન વયે અવસાન થતાં તેમની યાદગીરી રૂપે પણ કાંઈક ચિરંજીવી સ્મારક ઉભુ કરવું એ માટે તીવ્ર લાગણીના ભાવ મનમાં ઉભરાયા. મહુવામાં શ્રીમતી રેવાબાઈ હરિલાલ સંધવી આંખની હોસ્પીટાલ હરિભાઈ ટાવર વિગેરેમાં મોટુ દાન આપી આ સંઘવી
બે યશકલગી પ્રાપ્ત કરી છે. અને એ દ્વારા શ્રી ધીરૂભાઈએ પોતાના ધન્ય બનાવ્યું છે. મહુવામાં રાજરાજેશ્વરનું મંદિર, સામુદ્રી માતાનું મંદિર, વિદ્યાર્થીગૃહ વિગેરે ઈમારતે તેમની ધર્મશ્રદ્ધાને આભારી છે.
મહુવાના રળીયામણા દરીયા કિનારે સ્વ. હરિલાલ નરોતમદાસ સંઘવીના સ્મરણાર્થે ભવાની માતાના મંદિર પાસે દર્શનાર્થે આવતા ભાવિક ભક્ત જનોને અને અન્યને આરામ-સગવડતા મળી રહે તેવા શુભ અને નિર્મળ આશયથી એક વિશાળ ધર્મશાળા આ કટુંબે બંધાવીને સૌના આશિર્વાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com