________________
પ્રાપ્ત કર્યા છે. આનંદ પ્રમોદના સાધનથી. બાળકે કિલ્લોલ કરતા રહે તેવા શુભ આશયથી નાનાભાઈ કિસનભાઈના સ્મરણાર્થે મોટી રકમનું દાન આપી કિસન પાર્કની જનતાને મહુવામાં અમલી બનાવી. અઘતન પાર્કની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં પહેલ પણ કરી છે. મહુવામાં શરૂ થયેલી કિસન પાર્કની આ યોજના કદાચ સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમજ હશે.
મહુવા યુવક સમાજ મુંબઈ દવારા ચાલતી વિવિધલક્ષી વિકાસ પ્રવૃતિઓમાં તેમની શક્તિ અને ભક્તિ આજ એપી ઉઠી છે મહુવા મ્યુનિસિપાલિટી અને મહુવાકેળવણી સહાયક સમાજના કાર્યક્રમમાં સક્રિયપણે રસ લઈને સૌની વધુ નજીક આવતા રહયા છે તન મન ધન વિસારે મૂકી આ બધી પ્રવૃત્તિઓમાં રસ લેવા ઉપરાંત ધંધામા પણ પોતાની દીર્ધ દ્રષ્ટિ અને લાંબી સૂજને કારણે પિતાશ્રીએ શરૂ કરેલા મીનરલના ધંધાને વિશાળ પાયા ઉપર મૂકેલ છે મુંબઈમાં ગંજાવર પત્થરાઈઝિંગ ફેકટરીન આજે તેઓ સફળતાપુર્વક સંચાલન કરી રહયા છે અને વ્યાપારી જગતમાં નામ રોશન કર્યું છે
બહુજન સમાજના કલ્યાણ અર્થે એમણે કરેલા કાર્યો માટે મિત્રો અને મુરબ્બીઓએ તેમને માનપ પણ અર્પણ કર્યા છે એમની યશકલગીમાં પ્રશંસા કસમ ઉમેરાતા રહે તેમ સૌ રદયથી ઈરછે છે.
ઉડી સમજશકિત વ્યવહાર કુશળતા અને અન્યને સહાયરૂપ બનવાની તેમની ઝંખનાએ સમાજે તેમને ભારે આદર કર્યો છે. સૌના ચાહક બન્યા એટલુજ નહિ પણ પોતાના મીલનસાર સ્વભાવથી બહોળા મિત્રવર્ગ પણ ઉભો કરી શક્યા છે. શ્રીમાન વિનયકુમાર અમૃતલાલ ઓઝા
જન્મ ભાવનગર મુકામે થશે. તેમનાં પિતાશ્રી અમૃતલાલભાઈ મુંબઈમાં જુના લોખંડને વેપાર કરતાં હોઈ, ભણતર તથા ઉછેર, મુંબઈમાં થયો હતો. તેઓએ હાઈકુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કર્યા બાદ તેઓનાં પિતાશ્રીની પેઢીમાં જોડાઈ, ધંધાદારી અનુભવ મેળવ્યું. પિતાનાં બુદ્ધીબળથી ટેકનીકલ જ્ઞાનને સઉપયોગ કરી તેમણે મુંબઈમાં પ્રથમ “નટ બેલ્ટ ' નાં કારખાનાંની સ્થાપના કરી. ઉત્સાહ પૂર્વક શ્રમદ્વારા તેમણે ધીમે ધીમે “રી-રોલીંગ મીસ” શરૂ કરી, અને તેમાં ખૂબજ સફળતા પ્રાપ્ત થતાં તેઓએ યુરોપની યાત્રા કરી અને ઈટાલી તેમજ જર્મનીથી જરૂરી મશીનરી મગાવીને “ શીપ ચેઈનનું કારખાનું......” એશીયા ભરનું પહેલું જ સ્થાપ્યું. અને દેશના ઉઘોગીકરણમાં એક અમુલ્ય ફાળે આ. ૧૯૬૧ ની સક્ષમાં ફરી યુરોપના જુદા જુદા સ્થળની મુસાફરી કરી, મેળવેલ જ્ઞાનથી અધ્યતન પદ્ધતીઓ અંગીકાર કરી, કારખાનાં, તથા પ્રોડકશનમાં વધારો કર્યો, તેમજ ખંત અને ઉમંગથી બીજા કારખાનેદારને પણ ચોગ્ય માર્ગદર્શન આપવાની તેમની વૃત્તી ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેઓએ પિતાશ્રીનાં ધંધામાં જોડાઈ ઉપરોક્ત પ્રગતિ સાધી અને ૧૯૬૨ની સાલમાં તેઓનાં શીરછત્રરૂપ-પિતાશ્રી દેવક પામતાં-તેમનાં શીરે મહાન જવાબદારી આવી પડી. તેમનાં પૂણ્યશ્લોક પિતાશ્રી કે જેઓએ પોતાની હયાતી દરમ્યાન લાખો રૂપિયાનાં સાર્વજનીક લોકગી કાર્યોમાં દાન આપેલ, તેમને જ પગલે ચાલીને શ્રી વિનયકુમાર પણ એક દાનવીર તરીકેનું પીતાશ્રીનું યોગ્ય તપણ કરી રહ્યાં છે. શ્રીયુત વિનયકુમારભાઈની કેળવણી પ્રત્યેની અભીરુચીનાં ફળ રૂપે નાની મોટી શીષ્યવૃત્તી તેમજ કેળવણીનાં પુસ્તકે ઉપરાંત નીચેની સંસ્થાઓને-ગણનાપાત્ર અર્થીક સહાય તેઓશ્રીએ આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com