________________
૯૦૨
ઓછુ બોલવુ છતા અમૃતભરી વાણુ થોડા શબ્દોમાં ઘણું કહેવું એ એમને ખાસ ગુણ છે લક્ષ્મી દીન દુખીયાઓને આપવામાં અને દાન કરવામાંજ શોભે એ મંત્ર જીવનમાં વણ્યો અને આજસુધી પાળી રહયાં છે. કોઈપણ સમાજની પ્રગતિ અને આબાદી પૂરી કેળવણી વગર શકય નથી એમ પણ તેઓ માને છે. અને તેથીજ ભાવનગરમાં સરદારનગરમાં હાઈસ્કૂલ બાંધવા માટે ભાવનગર કેળવણી મંડળ મારફત સંઘવી માધવજી રવજીને નામે રૂા. ૫૧,૦૦૦ની ઉદાર સખાવત જાહેરાત કરી પોતાના કુટુંબને ધન્ય બનાવ્યું છે. મુંબઈમાં ચાલતી અનેક પ્રકારની નાની મોટી સંસ્થાઓને પ્રસંગોપાત આર્થિક બળ આપીને પ્રોત્સાહીત કરી યશકલગી પ્રાપ્ત કરી છે. શ્રી જાદવજીભાઈ સેમચંદભાઈ
જાદવજી સોમચંદ મહેતા ભાવનગર જિલ્લાના કુંડલા તાલુકાના વંડા ગામને રહિશ છે તેઓ મેટ્રિક સુધી અભ્યાસ પાલીતાણુ કરી રંગુન વેપારથે પ્રયાણ કર્યું રંગુનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે રંગુનથી તેમના મિત્ર ભાઈશ્રી મનસુખલાલ રાઘવજી દેશી સુરેન્દ્રનગરના ગીવ એન્ડ ટેક મુંબઈ વાળા બન્ને સાથે ચાલતા ભારત આવ્યા તેમાં તેઓ અનેકને મદદરૂપ થયા દેશમાં આવી તેમના વતી વંડા ગામે જ રહી વેપાર શરૂ કર્યો સાથે સાથે ગ્રામ વિસ્તારમાં મેલેરીયા વિ. અનેક દર્દી માટે લેકેની સેવા કરી પછી મુંબઈમાં એકસપર્ટ-ઈમ્પોર્ટનું કામ શરૂ કર્યું અને ત્યાં સ્થિર થયા સાથોસાથ રાષ્ટ્ર ઘડતરના અનેક કામોમાં રસ લઈ પિતાના વતનના ગ્રામ વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ હાઈકુલ પાણીની જન સેવા લોકોને ઉપયોગી અનેક કામે કરવામાં પિતાએ મોટી રકમનું ફંડ આપ્યું ઉપરાંત ફંડ ફાળો ઉઘરાવી સારા એવા કામો કર્યા અને હર હંમેશા કાળજી રાખે છે.
પોતાના વતનમાં જ આવા કામો ઉપરાંત સારાએ સૈારાષ્ટ્રમાં તેઓ કંડ ફાળામાં મદદ રૂપ થાય છે. સાવરકુંડલા પાલીતાણા સુરેન્દ્રનગર વિગેરે સ્થળોએ કેળવણી હોસ્પીટલ વિગેરે અનેક કામોમાં પૂરતા મદદરૂપ થઈ કામ પાર પાડયા.
તેઓ જૈન વિદ્યાર્થી ગૃહ સાવરકુંડલા પાલીતાણા જૈન બાળાશ્રમના મંત્રી તરીકે કાર્ય કરી અનેકના જીવનને ઉજાળવાનું કાર્ય કરે છે. ખરેખર જાદવજીભાઈ રાષ્ટ્રવાદી નિખાલસ સચ્ચાઈ અને વિશ્વાસ શ્રધ્ધા ધરાવતા ભારતના લાડકવાયા છે.
તેઓ રચનાત્મક વૃત્તિના છે. કેળવણુ પામેલા કે અભણ કે ભણેલ કે ડીગ્રીકેસ થયેલા વિદ્યાર્થી ઓ થાકેલા હોય છે ત્યારે તે મદદરૂપ થઈ તેને કામે ચડાવવા મહેનત કરી પ્રાણ પૂરવાનું પણ કાર્ય કરે છે.
તેઓ મુંબઈમાં રહેતા હોવા છતા સાદાઈથી જીવન ચલાવી રહ્યા છે. આ બધા કાર્યોમાં પાછળ તેમના ધર્મપત્ની પ્રભાબહેન ને સંપૂર્ણ સાથ છે તેઓ જૈન વાણિયા જ્ઞાતિના છે. શ્રી મેહનલાલ જમનાદાસ પરીખ
માનવીની મહત્તાનું દર્શન તેની પાસે કેટલી સંપત્તિ કે સમૃદ્ધિ છે તેના ઉપર થતુ નથી. પણ દેટલીવાર જીવનમાં પછડાટ ખાધા પછી પણ ફરી ફરીને ઉત્સાહપૂર્વક જે બેઠો થઈ શકે છે તેમાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com