________________
પણ તાજેતરમાં જ કરેલ છે અને આ દાન સાથે લેકફાળા તથા સરકારી સહાય મેળવી પિતાના નામે કેળવણી સંસ્થા ઉભી થાય તે માટે ટ્રસ્ટ કરેલ છે. આ ઉપરાંત ત્રણેય ભાગીદારોની ખાનગી સખાવતે એમની શક્તિ મર્યાદા કરતા વિશેષ હોય એ રીતે અને તેને લાભ મળતો રહે છે. ચંચળ સ્વભાવની લક્ષ્મી હાથમાં હોય ત્યારે યથાયોગ્ય ઉપયોગ કરી લેવાની તેમની વૃત્તિ આદરને પાત્ર છે. કેઈ પણ ધર્મ પંથ વાડા કે કેમવાદના વિચારોથી તેઓ પર રહે છે. રાષ્ટ્ર પ્રેમ અને માતૃભૂમિની લાગણું તેમના લોહીમાં વણાએલી છે. ભારતની માટીથી ઘડાએલા સર્વ માનવીએ પરસ્પર બંધુઓ છે એવી સર્વોદયની ભાવના તેમનું જીવનસુત્ર છે. બગસરાના જાહેર કાર્યોમાં હંમેશા તેઓ આગળ રહ્યા છે. ભલા સ્વભાવ અને સેવાભાવના કારણે તેઓ અઢળક સંપતિ ધરાવનારા ન હોવા છતા લેકે ઉપર તેમની એવી છાપ છે, એવા સદભાગ્ય વરેલા આ ત્રણેય ભાગીદાર શ્રી નઝરઅલી કમરૂદીન. શ્રી ફીદા હુસેન કમરૂદીન તથા નુરભાઈ શમશુદીન ના પરિચયમાં આવવું એ પણ એક હાવા સમાન છે. અને સૈરાષ્ટ્રમાંથી મહેલા કપડે પરદેશમાં જઈ આવી પ્રગતિ કરનારા માનવીએ આ રીતે આપણા રાષ્ટ્રનું ગૌરવ બની રહે છે એ નિર્વિવાદ છે.
શ્રી જગહનદાસ માધવજીભાઈ સંઘવી
ઉમર ૫૭
અભ્યાસ સાત ચોપડી કરછ કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધર્મશ્રદ્ધાળુ મહાનુભાવો અને દાનવીર નર રત્નની સમાજને સુંદર ભેટ ધરી છે એવા નામાંકિત કુટુંબમાં જગમેહનદાસ સંઘવીના કુટુંબે ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક અનોખી ભાત પાડી દઈ સૌરાષ્ટ્રના ભાતીગળ ઈતિહાસમાં નવું તેજ પૂર્યું છે સાવરકુંડલા પાસેનું વાંશીયાળી ગામ તેમનું મૂળ વતન જીવનમાં કાંઈક કરી છૂટવાની ખ્વાએશ ધરાવતા આ કુટુંબને વિશાળ ક્ષેત્ર જોઈતુ હતુ એટલે ૧૯૪૧થી ભાવનગરમાં આવી વસવાટ કર્યો છે કે આમતો છેલ્લા પચાસ વર્ષથી આ કુટુંબે રંગ રસાયણને ક્ષેત્રે મુંબઈમાં જાણીતા બન્યા છે. ભાવનગરમાં ધંધાની કેટલીક શક્યતાઓજ તપાસી ત્યાં પણ રંગઉદ્યોગની શરૂઆત કરી અને તેમના કાર્યદક્ષ પુત્રએ ભાવનગરને વહીવટ સંભાળે શરૂઆતથી જ સારી એવી પ્રગતિ હાંસલ થતી રહી તેથી પ્રેરાઈને તે વખતે શ્રી મનુભાઈ શાહે આ કારખાનાની મુલાકાત લઈ સંચાલની દીર્ઘદ્રષ્ટિની મુકતકંઠે પ્રશંસા કરી હતી સમય જતા આ કારખાનાનું વિસ્તરણ કરી નવીન ઈન્ડસ્ટ્રીઝ ૧૯૬૧માં ભાવનગરમાં કોગ્રેસ અધિવેશન વખતે સ્થાપી અને નવીન ઈન્ડસ્ટ્રીઝનું કામ વિશાળ પાયા ઉપર રેગ્યુલર રીતે ચાલવા માંડયુ ૧૯૬૫ સુધીમાં રંગની ઘણીખરી આઈટમો આવરી લીધી ભવિષ્યમાં વધુ રીસર્ચ અને મશીનરી સંબંધે પ્રયત્ન શરૂ છે. ધાર્મિક અને પરમાર્થિક સંસ્કાર વારસો પણ આ કુટુંબને મળે છે કેલેજનું ઉચ્ચ રિંક્ષણ નહિ લીધા છતા ખૂબજ જ્ઞાતિ અને અનુભવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com