________________
૭૮૮
અબાલ વૃદ્ધ સૌ કોઈએ પાગલ બની પ્રભુભજનની ધૂન મચાવી ખરેખર બીજુ વૈકુંઠ ખડુ કર્યું હતું.
કબ ધન્ય બની ગયું.........કડવા પ્રસંગો, અણછાજના બનાવો અને અપમાનિત ઘટનાઓને ગળી જઈને હસતે મુખે સપ્તાહના આખાએ પ્રસંગને જે રીતે આનંદમંગળથી પૂરો કર્યો એજ આ કુટુંબના જીવન સૌરભની પારાશીશી છે. પૂણ્યકર્મના બળે આવેલી સંપત્તિ ભલે સાફ થઈ જાય પણ દિવ્ય નિર્દોષ ભાવે પરમપદને પ્રાપ્ત કરવા, બ્રહ્મધામનું વાસ્તિવીક સુખ માણવા અને સર્વોપરી ઉપાસના સિદ્ધ કરવા જીવનનું સર્વસ્વ લુંટાવી દેવું એવા વિશુદ્ધભાવે આ કુટુંબ વિચારક રહ્યું છે. સ્વ. વૃજલાલભાઈને દૈવી પૈસે જ્યાં જ્યાં ગમે છે. ત્યાં ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિના ડંકાનિશાન ગગડયા છે. તેની પાછળ તેની સદભાવનનું પ્રેરક બળ હતું તેમ કહીએ તે પણ અતિશ્યોક્તિ નથી. સેવાભાવનાની અખંડ જ્યોતને જલતી રાખી ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓને ગુપ્ત મદદ પણ કરી છે. સૌના મુંગા આશિર્વાદ એજ અમારી સાચી કમાણું છે એમ આ કુટુંબ દ્રઢપણે માને છે.મહત્તાની કદી વાંછના કરી નથી. અગરબત્તી આખી સળગી જઈને જગતને મધમધતી સુવાસ જેમ આપતી જાય, તેમ પરમાથિકજીવન જીવીને ૧૯૬૬ના માર્ચની રજી તારીખે એ પૂણ્યશાળી આત્મા સ્વર્ગે સંચર્યો. કપાળ સમાજે એક તેજસ્વી તારલો ગુમાવ્યો. દેશને ખોટ પડી, નાની મોટી સેંકડો સંસ્થાઓએ રડતા રદયે શ્રદ્ધાંજલી અર્પી. પિતાશ્રીએ ઉભી કરેલી માનવતાની પગદંડી ઉપર ચાલવા પુત્રોએ મધ્યમવર્ગી કુટુંબોને રાહત માટે જુદા જુદા ક્ષેત્રે મળીને લાખેક રૂપીયાની ઉદાર સખાવત કરી. આજે પણ મુંબઈમાં લગ્ન અને અન્ય પ્રસંગો ઉપર જગ્યા મેળવવામાં તેમના પુત્રો સમયશકિતના ભોગે પણ સૌને મદદરૂપ બનતા રહ્યાં છે. દિલાવરી દિલના તેમના યુવાન સુપુત્રો પણ એ સંસ્કાર વારસાને નજર સમક્ષ રાખી કબ ગૌરવને અને તેની અસ્મિતાને વધારે ઓપ આપી રહ્યા છે. આવા જીવતર બહુ ઓછા હોય છે.
સાધારણ શિક્ષણ અને સાદાઈની મુતિ – સમા માનવીની જવલત પ્રગતિકુચ :–
–મહમદભાઈ ઇસુફભાઈ બગસરાની એક વ્યક્તિને અહીં પરિચય આપતાં આનંદ થાય છે સૌરાષ્ટ્રની વ્યક્તિ વિશેષ તરીકે તેમનું જીવન એક આગળ છાપ ઉભુ કરનારું છે. પરિશ્રમ કરી જીવન નિર્વાહ કરતાં તેમના પિતાશ્રી યુસફ બાપા પાસે કોઈ સાધન ન્હોતા. કઈ સંપત્તિ હતી માત્ર ચાર આઠ આના માટે પગપાળા લાંબી યાત્રા કરનાર અને કુટુંબની જવાબદારી વહન કરનાર પિતાશ્રીના ખૂમારીભર્યા સંસ્કાર અને ચારિત્ર્યને નજર સામે રાખી તેમના પુત્ર મહમદભાઈએ માત્ર પ્રાથમિક કેળવણી પ્રાપ્ત કરી જીવનની શરૂઆત કરી અને મુંબઈમાં નોકરીએ રહ્યા. આજે સામાન્ય માણસ રોજનું જેટલું જેટલું કમાઈ શકે એટલી સ્કુલના માસિક પગારથી તેઓએ કપરા જીવન સંધર્ષને આરંભ કર્યો, એક નાની એવી કોટડીમાં ચેડાંક સાથીદારો સાથે રહી તેઓ મુંબઈને ધબકતાં જીવન સામે માંડી કામ કરતાં રહ્યા. ખંત ઉત્સાહ અને પ્રમાણિકતાના સદગુણોને વરેલા મહંમદભાઈ નોકરી કરતાં રહ્યા અને મુંબઈના જીવનમાં વધુ વ્યવસ્થિત થવાના પ્રયતને રરતાં રહ્યાં. તેઓ નિરાશા ભરેલી અને કાંટાળી કેડી પર ચાલતા હતા. પણ તેમની દ્રષ્ટિ એક ભવ્ય મંઝિલ પ્રતિ મંડાયેલી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com