________________
૭ર
દાનવીર શેઠશ્રી ઈન્દુલાલ દુલભાઇ ભુવા
શેઠ શ્રી ભુવા ઇન્દુલાલ દુર્લભજી ભવ્ય પુરૂષાર્થ, અવિચળ આત્મશ્રદ્ધા અખૂટ ધીરજ અને વિશિષ્ટ વ્યાપારી કુનેહ ધરાવતા ચીત્તળના પનોતા પુત્ર છે.
શેઠશ્રીને જન્મ અર્ધી સદી પહેલાં ચીત્તલમાં થયો હતો પણ તેમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવેલી છે અને આમ છતાં ચિત્તલને તેમણે કદીય વિસાયું નથી.
પિતાશ્રી દુર્લભજી કરશનજી ભુવાની છત્રછાયા નીચે તેમણે બ્રહ્મદેશમાં વ્યાપાર અને વાણિજ્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૧૯૩૦ માં મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યા પછી તેઓ સ્વદેશભક્તિથી પ્રેરાઈ સત્યાગ્રહમાં જોડાયા, ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લઈ તેમણે જેલયાત્રા પણ કરી હતી.
કપોળ જ્ઞાતિને વ્યાપાર વાણિજ્યમાં સાહસ વરેલાં છે. શ્રી. ભુવાએ બર્મા, કલકત્તા, મુંબઈ વગેરે સ્થળે પિતાની વ્યાપારી શક્તિ અને કુનેહને પ્રશંસનીય પરિચય કરાવેલ છે. વ્યાપારી સિદ્ધિ ઉપરાંત, માન, કીર્તી અને સૌજન્યપૂર્ણ વ્યવહારમાંથી પ્રાપ્ત થતી લેકની ચાહના પણ તેમણે પ્રાપ્ત કરેલી છે. એમનું વ્યક્તિત્વ અનુકરણીય રીતે વિકસેલું છે.
પિતાની ઉંડી સુઝથી કલર કેમીકલ્સના ક્ષેત્રે ઝળકતી સિદ્ધિ મેળવી શેઠ શ્રી ભુવાએ જાપાન જેવા ઔદ્યોગિક રીતે વિકસીત દેશવાસીઓને ધંધાકીય સહયોગ મેળવેલ છે.
હાલમાં શેઠ શ્રી. જાપાની ભાગીદારી વાળી મુંબઈની ઈન્ડોનીપોને કેમિકલ કાં. લી.નું સંચાલન કરી રહ્યા છે. ભારતના વિકસતા રાસાયનિક ઉદ્યોગમાં એમને ફાળે છે. આવી ભારે ઔદ્યોગિક પેઢીના મેનેજીંગ ડાયરેકટર જેવાં ઉચ્ચતમ સ્થાન પર તેઓ આજે બીરાજે છે એ તેમની પ્રશંશનીય સંચાલન શક્તિને જવલંત પુરાવો છે.
વ્યાપારી ક્ષેત્ર સિવાય અન્ય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે શેઠશ્રીએ આપેલી સેવા સૌ કોઈના આદર અને પ્રશંસાને પાત્ર છે. અમરેલી કપાળ બોર્ડીગના સંચાલન મંડળ, મુંબઈના શિક્ષણ પ્રસારક મંડળ, મુંબઈના શીવાજીપાર્ક સ્ટેટસ ક્લબ વિગેરેના સંચાલનમાં એમની શક્તિનો પરિચય સાંપડે છે.
શેઠ શ્રી. ઇન્દુલાલે લાયન્સ કલબ મુંબઈના ડાયરેકટર તરીકે એ સંસ્થાના ઉપક્રમે યોજાયેલ ચેરીટી હાઇવ’ના ચેરમેન તરીકે રૂા. ૭૫૦૦૦/- ના કરવા ધારેલા ભંડોળને ૧,૫૫૦૦૦/- જેટલું મોટું કરી આપ્યું છે. તેમણે ઇન્ટરનેશનલ લાયન્સ કલબના ઉપક્રમે જાપાન, જર્મની, ઈંગ્લેન્ડ અને ફ્રાંસ વગેરે દળોમાં “સાચા લાયન” તરીકેની સુવાસ ફેલાવેલી છે.
શેઠ શ્રી. ઈન્દુલાલે ઇન્ડીઅન મર્ચન્ટસ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યપદે રહી વ્યાપાર વાણિજ્યની યથાશક્તિ સેવા બજાવી હતી. તેઓ મુંબઈની રેડિયો કલબના પણ પેટ્રન સભ્ય છે.
શેઠશ્રી ભુવાને વેપારમાં અતિઆવશ્યક એવી સાહસિકતા સ્વાભાવિક રીતે વરેલી છે. તાજેતરમાં એક વિશ્વવિખ્યાત જાપાની કંપનીના કેલેબોરેશનથી વડોદરામાં એક કેમીકલ પ્લાન્ટ નાંખવાને આયોજન તેમણે કર્યું છે. આથી એમની સુંદર કાર્યશક્તિને ઉદ્યોગપ્રિય જનતાને અનુપમ લાભ આવશ્યક મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com