________________
૭૧
સારી એવી રકમ આપી છે. મુંબઇ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને તેમણે સત્તર અઢાર હજારની રકમ ઉચ્ચ શિક્ષણ નિધિ માટે આપી છે અને દરેક પ્રસ’ગે સમાજને પાળી, પેષી પ્રફુલ્લીત કરેલ છે. આજે ઉચ્ચ શિક્ષણ નિધિ. ૪૦,૦૦૦ સુધી પહેાંચવા પામેલ છે તે સ્વ. અમૃતલાલભાઇની જ્ઞાતિ સેવા અને કેળવણી પ્રત્યેના અનુરાગ પુરવાર કરે છે ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ એર્ડીંગ તરફ તેમના મદદ રૂપી પ્રવાહ અવિરત વહ્યા જ કર્યો છે. આ ઉપરાંત વૈદ્યકીય સંસ્થાઓ, ઇસ્પીતાલા, અનાથાશ્રમે, ધર્મસ્થાના અને એવી અનેક ખીજી સસ્થાઓને તેમણે ઉદાર દીલથી મદદ કરી છે. આમ તેઓ દયા અને ઉદારતાના સાગર સમા હતા. સામાન્ય માણસમાંથી તેઓ ધનાઢ્ય ઉદ્યોગપતિ બન્યા હતા, છતાં તેની રહેણી કરણી સાદી હતી અને ધનના ઉન્માદ થનગનાટ, અભિમાન, વિલાસીતા કે અતડાપણું વગેરે તેમના હૃદયમાં સંચાર કરવા પામ્યાં ન હતા. તે મિલનસાર, મધુવાચી, વિનમ્ર અને અદના સેવાભાવી જ એક સુધી રહેવા પામ્યા હતા. તેમનાં ધર્મશીલતા અને ધરાગ પણ એટલાં જ પ્રસંશનીય હતાં. યજ્ઞ યજ્ઞાદિ, શ્રીમદ્ શ ́કરાચાર્યજીની પધરામણી અને સરભરા, કથા જ઼ીન, મદિરા અને ધર્મસ્થાનાને ભેટ વગેરે અનેક ધાર્મિક સદ્કાર્યો કરી તેમની ધાર્મિક ભાવનાને ભવ્ય બનાવી હતી અને પાવન થયા હતા. તદ્ ઉપરાંત દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની તેમની ફરજ મજાવવાનું તેએ! હરગીઝ ચૂકયા નથી. તેમણે દેશની, રાજ્યની અને સમાજની પ્રવૃત્તિઓને પણ અપનાવી, પાષી, પૂરતું ઉત્તેજન આપ્યું. તેઓ તેમના કુટુંબીજના પ્રત્યે પણ હંમેશાં અત્યંત માયાળુ, સ્નેહભીનું, શાંત વન રાખતા અને જે ક્રાઇ મિત્રો, સંબંધીએ ધંધાદારીએ તેમના પરિચયમાં આવતા તે બધા જ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિક બનતા અને કુટુંબના બાળકાની પેઠે શેઠ દાદા” તરિકે સખેાધતા. એમના સ્નેહ, એમની સૌમ્યતા, એમની ધીર ગંભીરતા વગેરેની તેમના પરિચયમાં આવતા સૌ કાના હૃધ્ધ ઉપર ઉંડી છાપ પડતી. તે આજ પણ તેમનાં ભારે।ભાર વખાણ કરે છે. અને તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજે પણ તે યાદ કર્યા કરે છે. તેમના ધંધાદારી સાથીદારા અને મિત્રા તેમના અનેક ગુણાની મુક્ત કંઠે પ્રસંશા કરે છે. તેમની ધંધાદારી સાહહિકતા તેએ સૌ સભારે છે. તેમની મુશ્કેલીઓમાં તે આવીને માર્ગદર્શીન આપતા, અને તેમને સાથે રાહે વળવા પ્રેરતા અને નિરાશા છેાડી પ્રયત્નશીલ બનવા પ્રેાત્સાહિત કરતા. બધાને માટે તેઓ તેમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના અનુભવે છે. અને તેમના ગુણા યાદ કરી ભાવભીની અને આદરપૂર્વકની અ'જલીએ આપે છે.
આ
સ્વર્ગસ્થ અમૃતલાલભાઈએ કમાઇ જાણ્યુ. અને જીવી પણ જાણ્યુ છે. તેમણે ભવિષ્ય ઉપર રહેવા દેવાને બદલે જીવન દરમ્યાન જ જે કાંઇ દાન ધર્મ બજાવવા હોય તે ખજાવી દીધા છે. અને એ રીતે જીવનને ધન્ય કર્યું છે. સંસારમાં અનેક જ્વાત્માએ આવે છે અને વિલય પામે છે. માત્ર થોડા જ એવા ભાગ્યશાળી પુન્યાત્માએ હોય છે કે જે “મરજીવા” બને છે અને મૃત્યુ બાદ પણ જીવંત રહે છે અને અમર નામના મૂકી જાય છે. સ્વ. અમૃતલાલભાઈ અમૃત ગ્રૂપ સમાન હતા. અમૃત એ સંજીવન છે. તે દેહાવસાન બાદ પણ માનવ હૃદયેામાં વાસેા કરી રહ્યા છે. અને જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે. આવા એક પ્રતાપી, પુરૂષાથી, પૂણ્યશાળી, દરિયાઈલિનાં કામળ રયના સ્નેહ મૂતિ સમા શ્રી અમૃતલાલભાઇ ખરેખર સૌરાષ્ટ્ર ના કિ`મતી રત્ન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com