________________
શેઠ ત્રિભવનદાસ ભાણજી જૈન ગર્લ્સ હાઈસ્કુલ
ભાવનગર સ્થાપના
શિક્ષણ વિદ્યાર્થીનીઓની સંખ્યા સને ૧૯૦૯ બાળ મંદિરથી ૧૧ ધોરણ ૧૨૦૦ થી વધુ
સ્ત્રી એ સંસારી જીવનનું મધ્યબિંદુ છે. કુટુંબજીવનમાં શાંતિ, સુખ, આનંદ, આરામ અને સંતોષનું નિર્મળ અને સ્વચ્છ વાતાવરણ હોય તે દેવકનું સુખ આ દુનિયામાં સૌ કે માણી શકે. જન્મથી જ બાળકને ઉછેર માતા કરે છે. માતા એક સે શિક્ષકની ગરજ સારે છે, માતામાં શિક્ષણ, સંસ્કાર, પ્રેમ, દયા અને મમતા હોય તો તેનાં સંતાનોનાં જીવન પણ ઉન્નત અને સંસ્કારી બને છે. જેટલા અવતારી પુરૂષો સંતે, વીરદ્ધાઓ, દેશનેતાઓ, પંડિતે, રાજ્યકર્તાઓ તથા ઉદ્યોગપતિઓ કે સંશોધકે થઈ ગયા તેઓના ઘડતરમાં પૂર્વજન્મનાં પુણ્યકર્મો, સાનુકુળ સંચાગે, ઘરનું વાતાવરણ અને પુરૂષાર્થનો જેટલો ફાળો હોય તેના કરતાં માતાને ફાળે સૌથી વધુ હોય છે. માટે જ સ્ત્રીકેળવણીનું સ્થાન આગવું છે અને બહુ મહત્ત્વનું છે.
શેઠ ત્રિભોવનદાસ ચાર ચોપડી ભણ્યા નહોતા. છતાં જ્ઞાની, ડાહ્યા અને વિચારક હતા. ગરિબાઈમાં જન્મ્યા અને ઉછર્યા. મામુલી નેકરીમાંથી વધતા વધતા નાના દુકાનદાર બન્યા. તેમાંથી મોટા વેપારી અને શાહ સોદાગર બન્યા. પૈસા કમાતા ગયા અને સાથે સાથે ખરચતા ગયા ભાવનગરના શ્રીમંત નાગરિકોમાંથી કેઈએ તે સમયમાં આવી સ્વતંત્ર ખાનગી સંસ્થા આટલી મોટી રકમ આપીને શરૂ કરી હતી. આ ગૃહસ્થે સૌથી પહેલ કરી હતી. પિતે બહ ભણ્યા નહોતા પરંતુ, વાંચન, વિદ્વાનો અને સાક્ષરોનો સહવાસ, સદ્ગુરુઓને ઉપદેશ, અને લેકકલ્યાણ કરવાની તિવ્ર ઉત્કંઠા-આ બધી અનુકુળતા અને સાથે શિક્ષણપ્રેમ અને દિલની ઉદારતાના પ્રતિક રૂપે આ સંસ્થાની સ્થાપના થઈ. સંસ્થા ક્રમે ક્રમે વિકાસ પામી. તેમના વારસો અને કુટુંબીજને સંસ્થાને વિવિધલક્ષી હાઈસ્કુલ બનાવવાની ભાવના રાખે છે.
શિક્ષણ સંસ્થાની મહત્તા આલશાન મકાન, વિદ્યાર્થીઓની મોટી સંખ્યા, ટ્રેઇન્ડ શિક્ષકોને સ્ટાફ, પુરતા શિક્ષણનાં સાધન કે બહારની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમમાં જ સમાઈ જતી નથી કે પુરી થતી નથી. આ બધા અંગે જરૂરના છે, ઉપયોગી પણ છે પરંતુ જ્યાં સુધી તેમાં શિસ્ત, સંસ્કાર, સારું શિક્ષણ, બુદ્ધિ અને શક્તિનો વિકાસ કામનો ઉત્સાહ, સંપ, સ્નેહ, સહકાર કે સંગઠન - આ અને આવા સદ્ગુણોને વિકાસ ન થાય, જીવનનું ઘડતર ન થાય ત્યાં સુધી તે આદર્શ સંસ્થા ન કહેવાય. અમારી ભાવના આ સંસ્થાને આદર્શ બનાવવાની છે, પરંતુ જ્યાં સુધી સરકારી કેળવણીખાતું, સરકારી અમલદારો અને શિક્ષણને અંગેના આજના સરકારી કાયદા-કાનુને અનુકુળ અને પ્રત્સાહન આપે તેવા ન થાય ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આદર્શ સંસ્થા સ્થાપી ન શકે કે બનાવી ન શકે. સારા શિક્ષકો વિના શિક્ષણ સારું થાય નહિ. આજે ચેતનવંતે આત્મા નથી રહ્યો. જે સંસ્થાઓ છે તે માત્ર જડ દેહ તરીકે કામ કરી રહી છે. છતાં તેમાં ચેતન લાવવાની અમારી ઉત્કૃષ્ટ ભાવના છે.
ટ્રસ્ટી મંડળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com