________________
૧૨
સંકસિદ્ધિ કુટુંબને એક મહિનાને નિર્વાહ થતું. અથવા તે એટલી રકમમાં અમદાવાદથી સુરેન્દ્રનગર થઈ દીક્ષરોડ સ્ટેશન પહોંચાતું કે જે અમારા વતનમાં જવાનું સહુથી નજીકનું સ્ટેશન હતું.'
આ વખતે છાત્રાલયના ગૃહપતિજીની ખાસ પરવાનગીથી અમે એક સુખી કુટુંબના છોકરાને દર શનિ-રવિવારે ટ્યુશન આપવા જતા અને તેમાંથી માસિક રૂપિયા પંદરની કમાણી થતી, તે અમારાં માતુશ્રી તથા બે બહેનના નિર્વાહ માટે તેમના પર મેકલી આપતા. આમ છતાં જ્યારે અમે એકાંતમાં બેસતા અને વિચારે ચડતા, ત્યારે કાશ્મીરનું દૃશ્ય અમારા અંતરચક્ષુઓ સામે ખડું થઈ જતું અને તે અમને ખૂબ જેરથી તેના તરફ ખેંચતું. “આ રજાઓમાં નહિ તે આવતી રજાઓમાં જઈશ.” એવા વિચારમાં ત્રણ રજાઓ પસાર થઈ ગઈ, પણ કાશ્મીર જવાના કેઈ સંગે ઊભા થયા નહિ.
એમ કરતાં સને ૧૯૨૪ માં ગૂજરાત વિદ્યાપીઠની વિનીતની પરીક્ષા આપી. ત્યારબાદ થોડા જ દિવસે અમારે એક સજજન ગૃહસ્થને મળવાનું થયું કે જેમના ભત્રીજાને અમે ટયુશન આપતા હતા. તેમણે અમને પૂછયું : “આ વખતે ક્યાં જવાનો વિચાર રાખે છે?” અમે તરત જ કહ્યું : “કાશ્મીર.
એ ગૃહસ્થ અમારી સર્વ પરિસ્થિતિ જાણતા હતા, એટલે અમારા આ ઉત્તરથી કંઈક આશ્ચર્ય પામ્યા. પરંતુ
૪. સુરેન્દ્રનગરથી રાજકોટ જતાં આ સ્ટેશન બીજું આવે છે. ૫. તેમનું શુભ નામ શ્રી મનસુખરામ અનોપચંદ શાહ હતું.