________________
પુરુષાર્થની બલિહારી છે અને આપણી પેલી જાણીતી કહેવત અનુસાર “સારાં કામમાં સે વિઘન” એટલે જે કામ વધારે સારાં હોય, તેમાં વધારે વિદને આવે છે. જે તેનાથી ડરી ગયા, હિમ્મત હારી ગયા તે આપણું કર્યું –કારવ્યું ધૂળમાં મળે છે અને આપણે નામેશી ભેગવવી પડે છે. તેથી જરૂરનું એ છે કે એક પ્રવૃત્તિ ઉપાડ્યા પછી અને તેમાં આગળ વધ્યા પછી, ગમે તે અંતરાય આવે, ગમે તેવી મુશ્કેલી ઊભી થાય કે ગમે તેવું વિન ટપકી પડે, તે હિમ્મત હારવી નહિ, પણ ધૈર્ય રાખીને તેને ઓળંગી જવાના ઉપાય શોધવા અને આપણને એવા ઉપાયે ન જડે તે બીજા ડાહ્યા માણસની સલાહ લેવી, પણ તેને એકદમ ત્યાગ કરે નહિ.
કેટલાક માણસે કહે છે કે “આ કામ શરૂ કર્યું ત્યારથી જ મુશ્કેલીઓ આવવા લાગી છે. એ બધી મુશ્કેલીઓને પાર કરી તે ય છેડે આવતું નથી, તે હવે તેમાં સફલતા શી રીતે મળવાની ?” પણ ઓગણસ ગણતાં સુધી વિશને આંક આવતો નથી, એટલે તે હવે પછી નહિ આવે, એમ કહી શકાય ખરું? તાત્પર્ય કે અત્યાર સુધી વિદને ભલે આવ્યાં, પણ સંભવિત છે કે હવે પછી વિદને બિલકુલ ન આવે અને આપણે સફળતાની સમીપે પહોંચી જઈએ.
એક માણસે “અમુક જમીનમાંથી સોનું નીકળશે” એ એક ભૂસ્તરશાસ્ત્રીને ચેકસ અભિપ્રાય જાણુને તે જમીન ખરીદી લીધી અને તેમાં ખેદકામ શરૂ કર્યું. તે માટે કેટલાંક યંત્રે વસાવ્યાં અને બીજી પણ જે જે સગવડો