________________
૨૧૮
સંકલ્પ સિદ્ધિ
તેની સાથે સમાગમ કરવાની ભાવના થશે નહિ” પણ અનુભવે જણાયું છે કે “સ્ત્રીઓનાં અંગોપાંગની અશુચિ વિચારવા જતાં તેની રમણીયતા જ મન આગળ વિશેષ તરવરવા લાગે છે અને તેથી વ્યભિચારની વૃત્તિ ઘટવાને બદલે વધારે જોર પકડે છે. એટલે આવા વ્યસનોથી મુક્ત થવાને સાચો રસ્તો એ જ છે કે તેના પ્રતિપક્ષને એટલે કે બ્રહ્મચર્યને વિચાર જ વિશેષ કરે.
આ જ સિદ્ધાંત અન્યત્ર લાગુ કરીએ તે જેમણે ક્રોધમાંથી મુક્તિ મેળવવી હોય તેમણે નિરંતર ક્ષમાને વિચાર કરે; માન કે અભિમાનમાંથી મુક્તિ મેળવવી હોય તે નમ્રતાને વિચાર કરે; માયા કે કપટમાંથી મુક્તિ મેળવવી હોય તે સરલતાને વિચાર કરે; અને લેભમાંથી મુક્તિ મેળવવી હોય તે સંતેષને વિચાર કરવો.
ગશા પ્રતિપક્ષની ભાવનાને સ્વીકાર કર્યો છે અને આપણે અનુભવ પણ એ સિદ્ધાંત સત્ય હોવાની સાક્ષી પૂરે છે.
ટૂંકમાં આપણી મનસૃષ્ટિમાં ભાવનાની ભવ્યતા પ્રકટાવવી હોય, પવિત્રતાની સુગંધ ફેલાવવી હોય કે દિવ્ય ભાનું સામ્રાજ્ય સ્થાપવું હોય તે સંકલ્પશક્તિની સહાયથી આપણે તેમ કરી શકીએ છીએ.
જેઓ કુવાસનામાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે અને પિતાના ચિદાનંદ સ્વરૂપને પ્રકટ કરવાની તાલાવેલી સેવે છે, તેમણે કઈ એકાંત સ્થાનમાં આસન જમાવીને આ વિરાટ