________________
૨૨૨
સંકલ્પસિદ્ધિ સિંહ અને એક-બે વાઘની વચ્ચે ઉભું રહીને જે મનુષ્ય તેમની પાસેથી કામ લેતો હશે, તેની સંકલ્પશક્તિ કેટલી મજબૂત હશે? તેને એવો આત્મવિશ્વાસ હોય છે કે આ સિંહ તથા વાઘ મારું કહ્યું બરાબર માનશે અને તેમની પાસેથી હું ધાર્યું કામ લઈ શકીશ. કેઈક વાર સિંહ તથા વાઘ ખીજાય છે અને તેની સામે પજે ઉગામે છે, છતાં આ મનુષ્ય તેનાથી જરાયે ડરતે નથી. એ તે પૂર્વવત્ તેના સત્તાવાહી અવાજે કહ્યા જ કરે છે કે “તું આ કામ કર, તે કામ કર વગેરે” અને તે પ્રાણુઓ તે મુજબ કામ કરવા લાગે છે.
ઝેરી જંતુઓના દંશ વગેરે ઉપર પણ સંકલ્પશક્તિથી ફાયદો થતે જોવામાં આવ્યું છે. યેગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાપુરુષને સર્પ વગેરેના ઝેરની કંઈ અસર થતી નથી, તેમાં તેમનું અસાધારણ સંકલ્પબળ જ કારણભૂત છે.
પ્રાણુઓને હિપ્નોટિઝમની અસર થાય છે, તેમ સંકલ્પબળની પણ અસર થાય છે અને તેથી તેમના સ્વભાવ વગેરેમાં પણ કેટલુંક પરિવર્તન લાવી શકાય છે. સંભવ છે કે હવે પછીનાં શેડાં વર્ષોમાં આપણને આ સંબંધી ઘણું વધારે જાણવા મળશે.
સંકલ્પની અસર વૃક્ષ-વેલીઓ વગેરે ઉપર પણ થાય છે અને ભૌતિક પદાર્થો ઉપર પણ થાય છે. એક રાજાએ કેટલાક સૈનિકોને એવી આજ્ઞા કરી કે જ્યારે આ ઘેઘુર વડલાનાં બધાં પાન સૂકાઈ જશે, ત્યારે તમને સ્વદેશ જવાની રજા મળશે. એટલે તે દિવસથી દરેક સેનિક એમ વિચાર