Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 255
________________ પૃષ્ઠ સંખ્યા ૨૪૦ – ૧૨ = ૨૫૨ પંડિત શ્રી ધીરજલાલ શાહે કૃત સ્મરણુકલા અંગે શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈના અભિપ્રાય સામાન્ય જનતાને ચમત્કાર, મંત્રસિદ્ધિ કે યાગપ્રક્રિયા લાગે એવી સ્મરણકલાની શતાવધાનની કલા પાછળ શાસ્ત્રીય સિદ્ધાંતા રહેલા છે, એમ જ્યારે શ્રી ધીરજલાલે અમને સમજાવ્યું, ત્યારે તેમની હૃદયવિશુદ્ધિ માટે મને ખૂબ માન ઉત્પન્ન થયું. આપણા દેશમાં વિદ્યા–કલાને ગુપ્ત રાખવાની એક પ્રથા પડી ગઈ છે. કાં તે કલાકાર કલાચાર બને છે, કાં કલાની આસપાસ ગૂઢ રહસ્યભયું વાતાવરણ ઉત્પન્ન કરી પેાતાની મહત્તા વધારવા મથે છે. આને પરિણામે આપણી કેટલીક કલાએ અને કેટલાય હુન્નરા બગડી ગયા અને નાશ પણ પામ્યા. શ્રી ધીરજલાલે મરણકલાનું ઊંડું અવગાહન કયું છે અને તેના પરિણામે તેએ પાતાના ગુરુપદની મહત્તા ટીક હીક વધારી શકાયા હોત, પરંતુ તેમણે તેમ ન કરતાં પેાતાના અભ્યાસ અને પેાતાની તપશ્ચર્યાંનાં ફૂલ આ ‘સ્મરણુકા’ નામના અપૂર્વ ગ્રંથમાં પ્રકટ કરી ગુજ્જર જનતા સમક્ષ ખુલ્લાં મૂકી દીધાં છે અને સ્મરણકલાની વિધ વિધ કુંચી ગુજ્જર જનતાના હાથમાં મૂકી દીધી છે. આ ગ્રંથને ઠીક ઠીક વિચાર કરીને હું અપૂર્વ કહું છું. મને યાદ છે ત્યાં સુધી સ્મરણુકલા વિષે આવા કોઈ ગ્રંથ ગુજરાતીમાં પ્રસિદ્ધ થયા નથી. મૂલ્ય રૂપિયા ૫=૦૦ રજી. પેસ્ટેજ ખર્ચ રૂ. ૧=૨૫ મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીચંદર, સુબઈ–૯. વી. પી. થી મેાકલવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256