________________
૨૨૪
સંકલ્પસિદ્ધિ - સંકલ્પશક્તિ વધારવા માટે નીચેના પ્રયોગ અજમાવી જેવા જેવા છે -
(૧) કઈ પણ કામ નિયત સમયે શરૂ કરવું અને નિયત સમયે પૂરું કરવું.
(૨) વિદને આવવા છતાં કામને છેવું નહિ.
(૩) બાગ-બગીચામાં ફરવા ગયા હોઈએ ત્યાં વૃક્ષોની લીલી ઘટા સામે એકી ટશે જોયા કરવું. આ પ્રકિયા ૧૦ મીનીટ સુધી ચાલુ રાખવી.
(૪) બંને ભૃકુટિઓની વચ્ચે એક કાળું ટપકું કરવું અને દર્પણમાં મુખ જોઈ પેલા કાળા ટપકાં પર દૃષ્ટિ સ્થિર કરવી. ૩-૪ મીનીટથી વધારીને આ સમયને ૧૦ મીનીટ કરવો. આંખમાં ઝળઝળિયાં આવી જાય તે લૂછીને ફરી પણ પ્રયાસ કરે. પણ અનુકમે આગળ વધવાનું રાખવું. : (૫) કઈ પણ કામ નિર્ભય બનીને કરે.
(૬) દૃષ્ટિને સ્થિર કરતાં શીખો. બે ત્રણ મીનીટથી માંડીને દશ મીનીટ સુધી એ ક્રિયા ચાલુ રાખો.
નિયમિત પ્રયાસ કરવાથી સંકલ્પશક્તિ વધે છે અને તેનાં પરિણામો ઉપર જણાવ્યું તેમ ઘણું આશ્ચર્યકારી આવે છે.
સર્વ પાઠકે સંકલ્પશક્તિના ગ્ય વિકાસ વડે પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે, એવી મંગલ ભાવના સાથે આ ગ્રંથનું લેખનકાર્ય પૂર્ણ કરીએ છીએ.
સમાપ્ત