________________
૨૨૦
સંકલ્પસિદ્ધિ
તંદુરસ્ત બની જશે. વળી આ રીતે અમૃતની ભાવનાથી ભાવિત કરેલું પાણી તમે તમારાં બિમાર બાળકને કે મિત્રને પાશે તે તેના સ્વાસ્થમાં તમને ઘણો સુધારે માલુમ પડશે. મહાપુરુષે સ્વાથ્યને સંકલ્પ કરીને જે જળ આપે છે, તે પીવાથી સુંદર સ્વાથ્ય જરૂર પ્રાપ્ત થાય છે.
કોઈ મનુષ્યનું તમારે અત્યંત ભલું કરવું હોય તે તેના માટે શુભ સંકલ્પ કર્યા જ કરે અને તેનું જરૂર ભલું થશે. એ જ રીતે અશુભ સંકલ્પ કરશે તે તેનું અનિષ્ટ થશે, પણ સુજ્ઞ મનુષ્ય એ પ્રેગ કદી પણ કરે નહિ, કેમકે અશુભ સંકલ્પ કરતાં આપણું મન પર તેની અશુભ અસર થાય છે અને તે આપણને અનેક રીતે નુકશાન પહોંચાડે છે.
તમે કઈ વ્યક્તિને મળવા ગયા હો અને તેની પાસેથી અમુક કામ કરાવવા ઈચ્છતા હે તે તમારા મનમાં દૃઢ સંકલ્પ કરે કે “તમે મારું કામ કરશે જ–તમે મારું કામ કરશે જ? જે તમારી સંપશક્તિને વિકાસ થયે હશે તે એનું પરિણામ જરૂર તમારા લાભમાં જ આવશે.
એક વ્યાપારીને એક અધિકારી સાથે કામ પડ્યું, પણ તે દાદ દેતો ન હતો અને પરિણામે પાંચથી સાત લાખ રૂપિયાનું કેન્સેકટનું કામ અટકતું હતું. એવામાં એ વ્યાપારીને એવી એક વ્યક્તિને ભેટો થયે કે જેણે પિતાની સંકલ્પ શક્તિ સારા પ્રમાણમાં ખીલવેલી હતી. તેણે વ્યાપારીની બધી હકીક્ત સાંભળીને કહ્યું કે “તમે મને માત્ર એ વ્યક્તિને