________________
સંકલ્પ સિદ્ધિ દ્વારા સર્વ કાર્યસિદ્ધિ
૨૧૭ | દારૂનું વ્યસન દૈત્ય જેવું ગણાય છે, કારણ કે તે મનુષ્યની ખૂબ જ ખાનાખરાબી કરે છે અને તેના કુટુંબને પણ દુઃખી થવાનો વખત આવે છે. તેની તલપમાં માણસે પિતાની સખ્ત પરિશ્રમની કમાણી હોમી દે છે, કરજ કરે છે અને છેવટે રસ્તાના રઝળતા ભિખારી થઈ જાય છે. આવા હરેડ વ્યસનીઓ પણ સંકલ્પશક્તિને શરણે જાય તે તેમને ઉદ્ધાર જરૂર થાય છે.
વ્યભિચાર પણ એક વ્યસન જ છે. મનુષ્યને એક વાર તેની આદત પડી, પછી તે છૂટતી નથી. વૃદ્ધાવસ્થા આવે, અરે! લાકડાં ભેગા થવાની તૈયારી હોય તે પણ વ્યભિચારી મનુષ્ય કેઈ સુંદર સ્ત્રીનું ચિંતન કરે છે અને તેની સાથે ભેગ ભેગવવા તૈયાર થાય છે. એ આદતમાંથી છૂટવાને ! એક જ રસ્તો છે અને તે શુભ સંકલ્પ. જે તે મનમાં એ સંકલ્પ કરી લે કે આજથી મારે મોટી એટલી માતા, સમાન એટલી બહેને અને નાની એટલી પુત્રીઓ છે, હવે હું કદી પણ તેમની સામે કુદષ્ટિ કરીશ નહિ.” તે તે વ્યભિચારના વ્યસનમાંથી મુક્ત થઈ શકે છે.
આવા મનુષ્યએ વ્યભિચારની ખરાબી કરતાં યે બ્રહ્મચર્યને મહિમા વિશેષ ચિંતવવો જોઈએ અને જેઓ બ્રહ્મચર્ય પાળે છે, તેની વારંવાર પ્રશંસા કરવી જોઈએ. એમ કરતાં તેમના મનમાં બ્રહ્મચર્યને મહિમા વસી જશે અને તેમનું મન વ્યભિચાર કરવા તરફ ઢળશે નહિ.
કેટલાક કહે છે કે “તમે સ્ત્રીઓનાં અંગોપાંગની અશુચિ વિચારે, એટલે તમને તેના તરફ આકર્ષણ રહેશે નહિ અને