________________
૧૯૪
સંકલ્પસિદ્ધિ પારે શૂન્ય પર આવી જાય છે, એટલી વાત જે તમારા મનમાં બરાબર ઉતરે અને તમે નિર્ભયતા ધારણ કરે તે રેગ સામે અર્ધો જંગ જિલી ગયા સમજજે.
વાઘ કરતાં વાઘને ડર આપણને વધારે હચમચાવી મૂકે છે. જેમને વાઘને ડર નથી, તે એની સામે લડવા તૈયાર થાય છે, એટલું જ નહિ પણ તેની સાથે બાથંબાથ આવી તેને નીચે પટકે છે કે તેના કાન આંબળી તેને મહાત કરે છે.
શિયાળાની સવારે ઠંડા પાણીથી ન્હાવું હોય તે આપણું મનમાં એ ભય ઉત્પન્ન થાય છે કે “આ પાણીથી તે શે ન્હવાય? પણ હિંમત કરો અને ન્હાવા બેસી જાઓ તો કંઈ થતું નથી. વળી એ વખતે એ વિચાર જોરથી કરવા લાગે કે આમાં તે કંઈ ઠંડી લાગતી જ નથી, તે તમને ઠંડીને અનુભવ નહિ જ થાય. આપણામાં એક કહેવત છે: ‘ટાઢ ટાઢ કરીએ નહિ અને ટાઢનાં માર્યા મરીએ નહિ” તેમાં પણ આવી નિર્ભયતા કેળવવાને જ હેતુ છે.
અત્યારે તે ઘણે તાપ છે. બહાર શી રીતે નીકળાય! લૂ લાગી તે આવી બન્યું સમજો !” એવા વિચાર કરનાર ઘરની બહાર નીકળી શકતો નથી. પરંતુ એ જ વ્યક્તિ જે એ વિચાર કરે કે “છેડો તાપ છે, તેથી શું થઈ ગયું? એની મને કંઈ અસર થવાની નથી. હજારે માણસે અત્યારે અવરજવર કરી રહ્યા છે અને પોતપોતાનું કર્તવ્ય અજાવી રહ્યા છે, તે મારે ડરવાનું શું પ્રજન છે?” તે તે