________________
૨૧૦
સંક૯૫સિદ્ધિ અને જ્યારે પણ તક મળે, ત્યારે તેને ઝડપી લઈને આગળ વધે.
અમેરિકાને ધનકુબેર રેકફેલર કહે છે કે “લખપતિ બનવા માટે પ્રતિદિન બે કલાક વ્યાયામ કરવાની, રમવાની અને ત્યાર પછી આખો દિવસ એકાગ્રતાથી કામ કરવાની જરૂર છે.”
રેજ બે કલાક વ્યાયામ કરવાથી તથા રમવાથી તબિયત સારી રહે છે, માનસિક સ્કૂતિ વધે છે અને ત્યાર બાદ એકાગ્રતાથી કામ કરતાં પરિણામ ઘણું સારું આવે છે. રેકફેલર પોતે પ્રાતઃકાલમાં વહેલા ઉઠતા, વ્યાયામ કરતા અને ટેનિસ વગેરે રમત રમતા. આપણું ધંધાદારીઓવ્યાપારીઓ આ પરથી કંઈ બોધપાઠ લેશે ખરા?
અહીં ક્લસરીની કેટલીક શિખામણે ધ્યાનમાં લેવા લાયક છે. તેમણે કહ્યું છેઃ
જે ધનવાન થવું હોય તે સંતેષી બનશે નહિ. સંતેષ ઉન્નતિને શત્રુ છે.”
તમને એક મહિનામાં જે વેતન મળે, તેથી બીજા માસમાં વધારે વેતન મળે, એવી કશીશ કરે.”
તમારા પરિશ્રમ અને ઈમાનદારીથી માલીકને ખુશ કરે. જે તે તમારી કદર નહિ કરે તે બીજા લેકે તમારી કદર કરશે.”
રૂપિયા-પૈસાની ખાતર કદી હલકું કામ કરે નહિ.” પલેવરે કહ્યું છેઃ