________________
સંકલ્પસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૨૧૩ –જે ધંધામાં કંઈ ગૂંચ ઊભી થાય તો તેનાથી ગભરાઈ ન જતાં તેના પર શાંત-સ્વસ્થ ચિત્તે વિચાર કરવા માંડો અને તેને ઉકેલ પણ તમને લાધી જશે.
–મુખ્ય વાત એ છે કે જે તમે તમારી ઉન્નતિ માટે બાહ્ય સાધનો ઉપર નહિ, પણ આંતરિક સાધન ઉપર શ્રદ્ધા રાખશે અને તેનો યોચિત ઉપયોગ કરતા રહેશે, તે તમારી ઉન્નતિ ઘણું ઝડપથી થશે અને તે સર્વતોમુખી હશે.
આજથી થોડા વર્ષ પહેલાં શ્રી એલ. અડેલે મહાન પુરુષોના વિચારો” નામને એક લેખસંગ્રહ બહાર પાડ્યા હતા, તેમાં એક પ્રકરણનું મથાળું આવું હતું? It is sometimes hard- એ કેટલીક વખત અઘરું હોય છે – But it always pays – પરંતુ તે દરેક વખતે લાભ કરે છે” – આ પ્રકરણમાં તેમણે જે ૨૪ સૂત્રો આપ્યા હતા, તે કંઈ પણ ટીકા-ટિપ્પણ વિના પાઠકેની જાણ માટે રજૂ કરીએ છીએ : (૧) માફી માગવી. (૨) નવે નામે કામ શરુ કરવું. (૩) સલાહ લેવી. (૪) ભૂલને સ્વીકાર કરે. (૫) મશ્કરી ખમી ખાવી. (૬) ઉદારતા રાખવી. (૭) ફત્તેહને પચાવવી. (૮) ભૂલ થવા ન દેવી.