________________
સંકલ્પસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૧૧
'
મારા ખ્યાલમાં તેા ધનવાન થવાના એ સિવાય કઈ રસ્તા નથી કે યુવાન આદમી ઈમાનદાર, મહેનતુ, નશાથી દૂર રહેનાર, કરકસરથી ખર્ચ કરનાર, તેમ જ માલિક અને પેાતાની જાત પ્રત્યે વફાદાર હાય.’
૮ ખર્ચીમાં કસર કરીને થાડા રૂપિયા બચાવતા જાઓ. અને તમે તમારી પુંજીને જો કોઈ નફાકારક ધંધામાં શકવા માગતા હૈ। તેા તેનાથી એક ઉમદા જાગીર ખરીદ્યો.'
વિલિયમ વાલ્ડ્રૉફ સ્ટારના શબ્દો પણ લક્ષ્યમાં રાખેા કે જો તમે ધનવાન બનવા ચાહે તે દાર અને તમાકુથી દૂર રહેા. જે મનુષ્યનું મગજ સાફ નથી, તે ધનાઢય થઈ શકતા નથી અને દારૂ તથા તમાકુ પીનારાઓનુ મગજ સાફ રહી શકતુ નથી, એ એક હકીકત છે.’
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે મનુષ્ય વ્યસનાથી દૂર રહેવાના દૃઢ સંકલ્પ કરે છે, તે વ્યસનાથી દૂર રહી શકે છે અને એ રીતે પેાતાને માટે ઉજ્જવલ ભાવીની ભૂમિકા તૈયાર કરે છે.
હજી થાડુ વિશેષ. જેએ પોતાના ધંધા ધીરે ધીરે વિસ્તારે છે, તેના પાયા મજબૂત થાય છે અને તેમને આર્થિક મુંઝવણા અનુભવવી પડતી નથી. જ્યારે ધંધાને ઝડપથી વધારવા જતાં તેના પાયા કાચા રહી જાય છે અને આર્થિક મુશ્કેલીએ સારા પ્રમાણમાં વેઠવી પડે છે. વળી એમ કરતાં એ આખાયે ધંધા છેડી દેવા વખત આવે છે.