________________
૨૦૮
સકસિદ્ધિ
વેજીટેખલ ભેળવવુ, દૂધમાં પાણી નાખવું, એ તો આજે સામાન્ય થઇ પડ્યું છે. વળી ૫ કીલેાનાં સ્થાને ૪૫ કીલે। આવું કે ૧૬ મીટરના તાકાની છાપ મારીને ૧પા મીટરના તાકા આપવા એવા વ્યવહાર પણ ઘણા સ્થળે જોવામાં આવે છે. અને દિલગીરીની વાત તો એ છે કે આ જાતની અપ્રામાણિકતા કરનારને એમ લાગતુ નથી કે પાતે કોઈ ગંભીર ગૂનો કે મેાટી ભૂલ કરી રહ્યો છે. આ દગાખારી તથા અપ્રામાણિકતાનું પરિણામ એ આવ્યું છે કે લેાકેાની વ્યાપારી સમાજ પરથી શ્રદ્ધા ઉડી ગઇ છે અને તે કોઇ સાથે વિના સાચે લેવડદેવડ કરી શકતા નથી. આ પરિસ્થિતિ તાત્કાલિક સુધારણા માગે છે. જો તેમાં સુધારણા થશે તો જ વ્યાપારીઓએ ગુમાવેલા વિશ્વાસ ક્રીથી સ્થાપિત થશે અને વાતાવરણ વિમલ બનશે.
જેએ ધંધા-રોજગારમાં પ્રવેશ કરે છે, તેમને તો અમે એન્ડ્રયુ કાર્નેગીના ઉપર્યુક્ત ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવા માટે ખાસ આગ્રહ કરીશું, જેથી તેએ પેાતાને ધંધા-રોજગાર દિન-પ્રતિનિ વધારે સારા સ્વરૂપે કરી શકે અને યથેષ્ટ ધનપ્રાપ્તિ દ્વારા જીવનના આનંદ માણી શકે.
અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધા કરીને કીડો રૂપિયા કમાનાર શ્રીમાન્ એડિસને કહ્યુ છે કે પૈસાદાર બનવું હાય તો એક ખૂણામાં બેસી જાએ અને તમારી નજરે નાની– મેટી જે વસ્તુ ચડે તેના સંબંધી વિચાર કરવા માંડેા. જે તમે એના પરથી પૈસા કમાઇ ન શકો તો જાણજો કે તમારા મગજમાં ફેસ્ફરસનું એક કણ પણ નથી. ’