________________
સંક૫સિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૨૭ આપણે ત્યાં આજે આ ત્રણે ય વસ્તુની મેટી ખામી દેખાય છે અને તેનું જ એ પરિણામ છે કે આપણે જોઈએ તેટલા આગળ વધી શકતા નથી. કેટલાક તે એમજ માને છે કે “ઈમાનદારી બતાવવા જઈએ—પ્રામાણિક્તાનું પૂછડું પકડીએ તો રખડી પડીએ. ઘાલમેલ કે દફટકે કર્યા વિના તો કમાઈ શકાય જ નહિ.” આ કેટલે ઓટો–ખરાબ વિચાર છે ! શું આ રીતે તમે તમારી શાખ બાંધી શકે ખરા? અને ગ્રાહકોને તમે કેટલી વાર છેતરી શકો ? વળી જે ગ્રાહકોને તમે છેતરે છે, તે શું બીજી વાર તમારી સાથે કામ પાડવાના ખરા? કંઈક તો વિચાર કરે ! તમે ખોટું કરીને સારાની આશા કદી પણ રાખી શકો નહિ.
બંગભંગની ચળવળ ચાલી, ત્યારે અમદાવાદની મીલેને ધતિટાની વરદીઓ મેટા પ્રમાણમાં મળી. ત્યારે આ મીલેએ વધારે નફે કરવાની દાનતથી તેમને સાવ હલકે માલ પૂરો પાડે અને પરિણામે ત્યાંના લોકોની શ્રદ્ધા ઉઠી જતાં એ આખી યે ચળવળને ભારે ફટકો પડ્યો.
આજે દેશમાં મોટા બંધ બંધાઈ રહ્યા છે, રસ્તાઓ તૈયાર થઈ રહ્યા છે અને સરકારી તથા જાહેર જનતાના ઉપગની કેટલીક ઈમારતો તૈયાર થઈ રહી છે, પણ દગાર માનસ તેની શરતો મુજબ માલ વાપરતું નથી, પરિણામે એ બધાયે કામે તકલાદી બને છે અને આપણું કોડો રૂપિયા બરબાદ થાય છે.
ઘઉંમાં કાંકરા ભેળવવા, આટામાં એક ભેળવવો, ઘીમાં