________________
[ ૧૮ ] સંકલ્પશક્તિ દ્વારા ધનપ્રાપ્તિ
આપણે જીવનવ્યવહાર સારી રીતે ચલાવવા માટે ધનની જરૂર પડે છે. જે આપણી પાસે ધન એટલે દ્રવ્ય કે પૈસે પૂરતા પ્રમાણમાં ન હોય તે આપણે સારું રહેઠાણ, સારું ખાનપાન, સુઘડ પિશાક કે આનંદ-પ્રમેદની સામગ્રી મેળવી શકીએ નહિ. વળી વસ્ત્રાલંકારથી સ્ત્રીને રાજી રાખવી હિય, મિત્રોની સંખ્યા વધારવી હેય કે પાંચમાં પૂછાવું હિય, તે પણ પૂરતા ધન વિના તેમ કરી શકીએ નહિ.
જેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી, જેમની આવક ઘણી ઓછી છે કે જેઓ ઘણા પ્રયત્ન માંડ માંડ પિતાનું પેટ ભરી શકે છે, તેમની હાલત ખરેખર! ઘણી કફેડી છે. માન-આદર તે દૂર રહ્યા, પણ તેમને કઈ ભાવ સરખો ય પૂછતું નથી. “વસુ વિના નર પશુ” એ કહેવતમાં તેનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે. તેથી જ આપણું નીતિકારેએ કહ્યું છે કે “જે તમારે આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, ઉન્નતિ સાધવી હોય તે પૂરતા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરે.”