________________
સંકલ્પસિદ્ધિ દ્વારા રોગનિવારણ
૨૦3. અમે કહ્યું: “એ કદી બની શકે નહિ. અમારા જીવનમાં આજ સુધી તબિયતના કારણે કેઈ સભા કે સમારોહમાં અમે ગેરહાજર રહ્યા નથી કે અમને ઑપાયેલું કામ કર્યા વિના જંપ્યા નથી. આ તાવ તે જરૂર ઉતરી જવાને અને અમે નિર્ધારિત સમયે અમારું ભાષણ અવશ્ય કરવાના.”
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે તે દિવસે અમે બરાબર, ૩-૩૦ વાગતાં તાવમાંથી મુક્ત થયા હતા, નિર્ધારિત સમયે સભામાં પહોંચ્યા હતા અને લગભગ વીશ મીનીટ સુધી ઊભા ઊભા બેલ્યા હતા.
| શુભ સંકલ્પને લીધે તથા ચિત્તને સદા પ્રસન્ન રાખવાથી અમે અમારું આરોગ્ય એકંદર સારી રીતે સાચવી શક્યા છીએ અને આજે શઠ વર્ષની ઉંમરે પણ એક યુવાન જેટલું કામ કરી શકીએ છીએ.
પ્રિય પાઠકે ! તમે પણ સંક૯પબળથી તમારા. તમામ રાગેનું નિવારણ કરીને આરોગ્યમય આનંદી જીવન જીવવાનો પ્રયત્ન કરે તો તેમાં તમને ધારેલી સફળતા જરૂર મળશે.