________________
૧૯૨
સકસિદ્ધિ
તેની પત્નીને કહી. પરંતુ એ વખતે પેલા દદીના તાવ ઉતરી ગયા હતા અને તેનુ કારણ તેણે કરેલ મુક્ત હાસ્ય હતું.
શરીર અને મનને અન્યોન્ય સબંધ છે, એટલે કે શરીરની અસર મન પર થાય છે અને મનની અસર શરીર પર થાય છે. વધારે સ્પષ્ટ કરીએ તે જેએ લાંબા સમય માંદા રહે છે, તેના સ્વભાવ ચીડિયા થઈ જાય છે અને તેને કોઈ માખતના ઉત્સાહ રહેતેા નથી.
તેજ રીતે મન પર વિવિધ પ્રકારના આધાતા થતાં શરીર ઢીલું પડી જાય છે અને ઘણી વાર હૃદય પર પણ ભારે અસર થાય છે. તાત્પર્ય કે મનને શાંત-સ્વસ્થપ્રસન્ન રાખવા માટે શરીરની નીરાગીતા જાળવી રાખવાની જરૂર છે અને તે ઉન્નતિના ઉમેદવારે એ જરૂર જાળવી રાખવી જોઈએ.